________________
નવમે સંગ.
આનું આ બનાવટી ભિલ્લરૂપ દેખાય છે, તેમાં બ્રાહ્મણરૂપ પણ બનાવટી હોવું જોઈએ, તથા તેની પ્રિયાનું બ્રાહ્મણનું રૂપ પણ બનાવટી લાગે છે. કેમકે આવાં લક્ષણ અને આવાં ચરિત્રવડે તે બ્રાહ્મણ કેમ હોઈ શકે ?” ત્યારપછી કમળપ્રભ રાજાએ કહ્યું કે
“હે ભદ્ર! જેમ તમે ભિલ્લનું રૂપ કર્યું, તેમ તમારું સ્વાભાવિકરૂપ પણ પ્રગટ કરે. હવે અમને ક્યાં સુધી મોહ પમાડ છે?” ત્યારે તે માયાવી ભિલ્લ બોલ્યા કે–“જ્યારે આ રાજાએ દુષ્ટ ચૂર્ણ વડે આંધળી કરેલી તેની પુત્રીને મેં દેખતી કરી ત્યારે તેના અનુચિત કાર્યથી ઉત્પન્ન થયેલા કોલવડે મેં પ્રતિજ્ઞા કરી હતી કે “જ્યાં સુધી આ નાસ્તિક રાજાને અત્યંત શિક્ષા અને પ્રતિબંધ ન કરે ત્યાં સુધી મારે કઈપણ ઠેકાણે સ્વસ્વરૂપે પ્રગૈટ થવું નહિ.”
આ કારણથી હે પૂજ્ય ! મેં તમને મોહ પમાડી અત્યાર સુધી દુઃખી કર્યા છે, તે મારો અપરાધ તમારે ક્ષમા કરો. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી હું પ્રગટ થાઉં છું.” એમ કહી તેણે ઔષધિવડે પિતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. પરંતુ પિતાના અને પરના વિવિધ રૂપ કરતાં તેના હસ્તની લઘુલાઘવી કળાની નિપૂણતાને લીધે કેઈએ ઔષધિનો પ્રયોગ જાણે નહિ. આ પ્રમાણે ઇંદ્ર અને કામદેવને પણ જીતનારું તેનું દિવ્ય રૂપ જોઈ એકાંતે આશ્ચર્ય અને આનંદ પામેલા રાજાદિક પરસ્પર કહેવા લાગ્યા કે
“અહો ! આના ગુણ, લક્ષણ અને પરાક્રમને સદશજ આનું રૂપ છે. વૃદ્ધ થયેલ વિધાતા યોગ્ય રૂપ બનાવવામાં ભૂલ કરતો જ નથી. પહેલાં નાટકને વિષે આણે વિવિધ અને મોટાં દષ્ટાંતના સ્થાન રૂપ જે રાજપુત્રને વેષ ભજવ્યું હતું, તે દિવ્ય રૂપવાળા આ તેિજ છે.”
આ પ્રમાણે તે બન્ને રાજા વિગેરે સર્વ જન તેની પ્રશંસા કરતા હતા, તે વખતે તેનું તેવું વૃત્તાંત સાંભળી રાજકુમારી કમળસુંદરીનું શરીર હર્ષથી કુલી ગયું, એટલે તે તરતજ ત્યાં આવી અને તેના રૂપમાં મોહ પામીને તરતજ લજજાને ત્યાગ કરી તેણીએ તેના કંઠમાં વરમાળા નાખી. તે વખતે “અહો! એગ્ય વરને વરી.” એમ સભાસદે બોલ્યા, માંગલિક વાજિંત્રો વાગ્યાં અને બંદીજન કલ્યાણકારી પાઠ બોલવા લાગ્યા. - આ હર્ષને કોલાહલ સાંભળી અને સર્વ વૃત્તાંત જાણી હર્ષથી જેનું શરીર પુષ્ટ થયું છે એવી કમળા રાણી એકદમ ત્યાં આવી. માતાને જોઈ વિજયસુંદરી તેણીના પગમાં પડી. તે રાણી પણ તેને સ્નેહથી આલિંગન કરી તેના કઠે વળગી રેવા લાગી, અને બોલી કે