________________
નવમા સ.
૨૪૩
માયાવીબ્રાહ્મણની પ્રિયા બ્રાહ્મણી પતિની આજ્ઞા લઈ ને તરત જ ત્યાં આવી અને લજજાથી મંદ થયેલી વાણીવડે પદ્મરથ રાજા આગળ ખેાલી કે—
“ હે રાજન્! તુંજ શંકર છે. ઈત્યાદિક વચનાથી તમારી પ્રશ'સા કરીને જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે જયસુંદરીની વાણી સત્ય છે કે શ્રી જિનેશ્વરદેવ જેના હૃદયમાં વસે છે. ' ઇત્યાદિક વાકો વડે ધર્મનું માહાત્મ્ય કહીને જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે વિજયસુદરીની વાણી સત્ય છે ? ”
આ પ્રમાણેની ભાલા જેવી તેની વાણી વડે જાણે મ સ્થાનમાં વીંધાયા હોય તેમ રાજા પોતાના અપકૃત્યના સ્મરણથી ઉત્પન્ન થયેલી લજ્જાના દુઃખથી વિનમ્ર મુખવાળા થઈ ને વિચારવા લાગ્યા કે− આ માળિકાએ આ વૃત્તાંત શી રીતે જાણ્યા હશે? શું તેણીએ કઈ જ્ઞાનીના મુખથી સાંભળ્યું હશે ? કે શુ ખીજા રૂપે રહેલી આ વિજયસુંદરીજ છે ? અથવા તે તેણીએ મારી કમળા રાણીના મુખથી સાંભળ્યું હશે ? કેમકે આ તેણીની પ્રીતિનું સ્થાન હોવાથી સદા તેણીની પાસે જ રહેનારી છે.”
એમ વિચારી રાજાએ ઉત્તર આપ્યા કે− મારાથી સર્વ પ્રજા સુખી થતી હત તા હૈ' જ મારા આત્માનુ' આવાં સંકટથી કેમ રક્ષણ ન કરત? તેથી સત્ય વાત એ છે કે આ બ્રહ્મવૈશ્રવણની જેમ સર્વ પોતાના પુણ્યથી જ સુખી છે, અને મારા જેવાની જેમ સર્વે પોતાના પાપથી જ દુઃખી છે. ’’
ત્યારે તે એટલી કે—“ જો એમ જ હોય તેા હું રાજેન્દ્ર ! તમે શા માટે પુણ્ય કરતા નથી ? કદાચ પુત્રીની પીડા તમને પુણ્યકાર્ય કરવામાં વિઘ્ન કરતી હોય તે આ મારા પતિને તમે પૂછે. તે સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ છે, નિમિત્તાદિકના ખળથી અતીત અનાગત સ જાણે છે અને સવ વૃત્તાંત યથાર્થ કહી શકે છે. ” તે સાંભળી રાજાએ તેને પૂછ્યુ કે—
! હું બ્રહ્મેદ્ર ! મારી પુત્રી મને કયારે મળશે ? અથવા તેની શી અવસ્થા છે ? તે પ્રગટપણે કહેા. ’” ત્યારે તે બ્રહ્મવૈશ્રવણે લગ્ન સ્થાપનાદિક વિસ્તાર કરવાવડે આડખર કરીને કહ્યુ. કે
“હે રાજન્ ! તે તમને સુખી અવસ્થાએ બહુજ જલ્દીથી મળશે. તેમાં તમે શ’કા કરશે! નહિ. પર`તુ હે રાજન ! તમે મને અથવા આ મારી પ્રિયાને કાઈપણ રીતે એળખા છે કે નહિ ? ” રાજાએ કહ્યું—“ તમે તેા ગુણવડે જ તમારે આત્મા સારી રીતે આળખાવ્યેા છે, તેથી વધારે તમારા અન્નેના વંશ કે નામ વિગેરે હું કાંઈ જાણતા નથી.