________________
૧૪૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ત્યારપછી લજજાવડે નમ્ર મુખવાળા અને દુઃખના અથુવડે ભીંજાયેલા નેત્રવાળા પદ્મરથ રાજાએ કમળપ્રભ રાજા વિગેરેને ગદ્ગદ્ સ્વરે કહ્યું કે
મહા પાપરૂપી પંકથી કલંકિત થયેલે હું તમારા પ્રણામને યોગ્ય નથી. કેમકે પૂર્વે નહિ જોયેલું અને નહિ સાંભળેલું એવું નિંદ્ય કર્મ મેં કર્યું છે, અને તેજ કર્મના પ્રભાવથી આ ભવમાં જ તે કર્મને યેગ્ય દુઃખ હું પામ્યો છું. “ઉગ્ર પુણ્ય-પાપનું ફળ આ ભવમાં જ પ્રાપ્ત થાય છે.” એ શાસ્ત્રનું વચન સત્ય થયું છે. મેં મારી પુત્રી ભિલ્લને આપી અને વળી દુષ્ટ ચૂર્ણના પ્રયોગથી આંધળી કરી. તે જીવતી છે કે મરી ગઈ છે? અને જો જીવતી હશે તો તેની કેવી અવસ્થા થઈ હશે? તે જાણ નહિ હોવાથી પુત્રી હત્યાનું પાપ મને અત્યંત દુઃખ આપે છે. તેના વિયેગથી દુઃખી થયેલી તેની માતા પણ રેષ કરીને અહીં આવેલ છે, એ પણ મારે માટે મોટી વિપત્તિ જ છે. હું મારા બળથી સમગ્ર વિરેને તૃણ સમાન ગણતા હતા, તે જ હું કરડે સુભટોની સમક્ષ એક સામાન્ય બ્રાહ્મણવડે જીતા.
વળી વાંદરાપણું વિગેરે દુર્દશાને પણ હું પામ્ય, આવા પરાભવના દુઃખનો પાર પામવા કે પુરૂષ શકિતમાન હોય? તેથી હવે તે કઈપણ ઉપાયવડે મારે મરવું તેજ શ્રેયસ્કર છે. માટે હું તે હવે અગ્નિમાં પ્રવેશ કરીશ. હે સુભટ ! તમે મારે માટે અગ્નિ ચીતા તૈયાર કરે.” ( આ પ્રમાણે પોતાની બહેનના પતિ પમરથ રાજાની વાણી સાંભળી તેને ખેદ દૂર કરવા માટે શ્રી કમળપ્રભ રાજા બોલ્યા કે-“હે નરોત્તમ! એક સામાન્ય બ્રાહ્મણથી છતા હું એમ ધારી તમે ખેદ ન પામો, શું પૂર્વે ભરતાદિક પણ પરાભવનું દુઃખ નથી પામ્યા? વળી આ બ્રાહ્મણમાત્ર જ છે, એમ કદી ધારશે નહિ, ખરેખર આ તે કઈ દિવ્ય પુરૂષ છે. એમ એની ચેષ્ટા પરથી જણાય છે. તે સર્વ સમય આવે આપણે જાણી શકશું.”
પછી માયાવી બ્રાહ્મણ બે કે-“હે નરોત્તમ! આ પ્રમાણે પાપના ફળ જોઈ તમે પુણ્યને આદર કરે, કે જેનાથી સર્વ દુઃખને ક્ષય થાય. તમે તમારૂં સર્વ રાજ્ય સુખેથી ભેગ, શેષ પામેલી તમારી પ્રિયાને મનાવે અને જૈન ધર્મ પાળી મનુષ્યજન્મ સફળ કરો.”
આ પ્રમાણે તે બન્નેને વચનથી કાંઈક સાવધાન થયેલે શ્રીપમરથ રાજા બે કે-“મારી વહાલી પુત્રીના સમાચાર જાણ્યા પછી હું તે સર્વ કરીશ.” તે વખતે
:
-