________________
નવમે સગ.'
૨૪૧ અરે સેવકે ! આ દુષ્ટ વાંદરાને આખા નગરમાં દુકાને દુકાને અને ઘરે ઘરે તથા ત્રણ અને ચાર રસ્તાવાળા સર્વ માર્ગો ઉપર સર્વ ઠેકાણે ફેર અને ચાબુક મારી મારીને તેને લીધે કરો.
આ પ્રમાણે તે બ્રહ્મશ્રવણનું વચન સાંભળી સેવક પુરૂષો તે પ્રકારે કરવાનું અંગીકાર કરી તે વાંદરાને લઈને ચાલવા તૈયાર થયા, તેટલામાં પતિને શિર આવા પ્રકારનું દુઃખ જોઈ દુઃખી થયેલી કમળા રાણી રેતી રેતી ત્યાં આવી અને કમળપ્રભ રાજાને કહેવા લાગી કે
“હે મોટા ભાઈ! આવું ભયંકર કાર્ય કરતાં આ બ્રાહ્મણને રોકે. આમ થવાથી લેકમાં મને અને તમને લજજા અને અપવાદ આવશે. કારણકે પતિવ્રતા સ્ત્રીઓને અપરાધી પતિ પણ સેવવા લાયક જ હોય છે.” એમ કહી તેણીએ બ્રહ્મવૈશ્રવણને પણ કહ્યું કે-“હે વત્સ! મારા પર કૃપા કરી આ મારા પતિને તમે મૂકી દે. માતાનું વચન વૃથા ન કરે” રાજાએ પણ કહ્યું કે “હે બ્રહ્મવૈશ્રવણ ! દીન, રાંક અને નમ્ર એવા આ રાજાને વિષે હવે તમારે ક્રોધ કરવો એગ્ય નથી. કેમકે પ્રણામ કરવા સુધી જ પુરૂષને ક્રોધ હોય છે, તેથી હવે આ રાજાને મૂકી દે અને તેનું જેવું સ્વરૂપ હતું તેવું કરે. અમે તમારા કપની શક્તિ જોઈ, હવે તેના ઉપર તમારી કૃપાદ્રષ્ટિની શક્તિ બતાવે.” - તે સાંભળી બ્રહ્મવૈશ્રવણે કહ્યું કે-“જે એ રાજા નાસ્તિક ધર્મને તજી દઈ જૈનધર્મને અંગીકાર કરે, તો હું એને છોડું.” ત્યારે કમળપ્રભ રાજાએ તેને પૂછયું કે-“આ બ્રહ્મવૈશ્રવણના કહેવા પ્રમાણે કરવા તમે કબુલ કરે છે?.” એટલે ત્યારે તે વાંદરાએ પિતાની ચેષ્ટાથી કહ્યું કે-“તે સર્વ હું કબુલ કરું છું.” એટલે કૃપાળુ એવા બ્રહ્મવૈશ્રવણે બીજી ઔષધિવડે તેનું સ્વાભાવિક રૂપ કરી તેની બેડીઓ વિગેરે ભગાવી નાખી. અને તેને આશ્વાસન આપવા પૂર્વક પોતાની પાસેના આસન પર બેસાડો. આવું આશ્ચર્ય જોઈ રાજાદિક સર્વે આશ્ચર્ય અને આણંદ મગ્ન બન્યા. પછી કમળપ્રભ રાજા વિગેરે સર્વેએ ક્રોધ રહિત થઈ તે પદ્મરથ રાજાને પ્રણામ કર્યા.
પિતાને આધીન થયેલા ઉપર સ્વજનપણાને લીધે તથા મોટાપણાને લીધે વેર રહેતું જ નથી.” પછી તે બ્રહ્મવૈશ્રવણે પદ્મરથરાજાના મંત્રી, સેનાપતિ વિગેરેને બોલાવ્યા. તેઓએ આવી પોતાના રાજાને મુક્ત થયેલા જોઈ અત્યંત હર્ષ પામી બ્રહ્મવૈશ્રવણને પ્રણામ કર્યા..