________________
૨૪૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જ અમને તમારે સમાગમ થયે છે.” આ પ્રમાણે કહી રાજાએ તેને હસ્તીપર બેસાડ્યો. તેની સાથે પિતે પણ હસ્તીપર બેઠે. પછી વાજિંત્રના નાદવડે દિશાઓને ગજાવતો તે રાજા સૈિન્ય સહિત નગર તરફ ચાલ્ય.
કુમારબ્રાહ્મણે પણ પદમરથ રાજાના સૈન્યને સાથે લઈ નગરની સમીપે કોઈ સારે સ્થાને રાખ્યું, તેની ઘટતી વ્યવસ્થા કરી, અને તે મોટા આશયવાળા કુમારે તે સૈન્યમાંથી મંત્રી અને સેનાપતિ જેવા કેટલાક મુખ્ય પુરૂષોને પોતાની સેવા માટે સાથે રાખ્યા, પછી ઠેકાણે ઠેકાણે તેરણોની શ્રેણિને ધારણ કરનાર, મેતીના સાથીયાને સમૂહવડે શભિત, વિજાની પંક્તિ વડે સુશોભિત કરેલા ઘરો અને દુકાનોવાળા, પ્રગટ રીતે નટ અને નટીના સમુદાયે કરેલા નાટકવડે યુક્ત અને વૃદ્ધ સ્ત્રીઓએ જેમાં અનેક પ્રકારના માંગલીક કાર્યો કર્યા છે એવા પિતાના નગરમાં મેટા મહોત્સવપૂર્વક છત્ર ચામરથી શુભતા શ્રીકમળપ્રભરાજાએ બ્રહ્મવૈશ્રવણ સહિત આદરપૂર્વક પ્રવેશ કર્યો.
પછી કમળપ્રભ રાજાએ મંત્રી સામત વિગેરે સર્વને રજા આપી, એટલે તેઓ પિતાપિતાને સ્થાને ગયા, અને તે દ્વિદ્ર પણ પરિવાર સહિત પોતાને ઘેર ગયે. તે સર્વેએ સ્નાન ભેજનાદિક કાર્ય કરી. રણસંગ્રામની કથાદિકવડે તે દિવસ નિર્ગમન કર્યો. વિચિત્ર આલાપવડે મને હર એવા રાજવર્ગના લોકેએ અને નગરજનોએ બ્રહ્મવૈશ્રવણદિકના વિવિધ ગુણનું વર્ણન કર્યું. '' બ્રહ્મશ્રવણની આજ્ઞાથી આરક્ષકોએ પાંજરામાં પુરેલા પદ્મરથ રાજાને પાંજરા સહિત રથમાં સ્થાપન કરી સાથે રાખેલું હતું, તેને આદેશ આપ્યા પ્રમાણે ગ્ય સ્થાને રાખી જમાડવામાં આવ્યા, ત્યાં તે રાજા તે બ્રાહ્મણના પરાક્રમથી આશ્ચર્ય પામેલે પિતાના આચરણને શેક કરવા લાગે.
બીજે દિવસે પ્રભાત સમયે સભામાં સુવર્ણનું સિંહાસન સ્થાપન કરાવી તેના ઉપર બ્રહ્મવૈશ્રવણને અડધા આસન ઉપર બેસાડી કમળપ્રભ રાજા તેની સાથે બેઠે. પછી સેવક પાસે પમરથને ત્યાં મંગાવી, તેને પાંજરામાંથી બહાર કાઢી પિતાની સામે ઉભે રાખી કેમળ વાણી વડે બ્રહ્મવૈશ્રવણે કહ્યું કે
હે અધમ ! પુત્રીની વિડંબનાના પાપનું આ એક ફળ તો તેં જોયું ! હજુ બીજું ફળ પણ ભેગવ. કારણકે આટલાથી તે પાપને નાશ નહિ થાય.” એમ કહી તેના મસ્તક પર નિપુણતાથી દિવ્ય ઔષધી મૂકીને તે બ્રાહ્મણે તેને વાંદર બનાવી દીધે, તે જોઈ આખી સભા આશ્ચર્ય પામી. પછી લેઢાની સાંકળ મંગાવી તેના ગળામાં નાખી અને સેવકોને કહ્યું કે –
Iોજના