________________
નવમે સગ. : "
૨૩૯ રહિત થયેલા તેના વીરોએ વિચાર્યું કે–“હવે કેના કાર્યને માટે આપણે મરવું?” એમ વિચારી રણસંગ્રામનો ત્યાગ કરી જીવિતની ઈચ્છાવાળા તે સર્વે એ બીજે કઈ માર્ગ નહિ મળવાથી તે બ્રહ્મવૈશ્રવણને જ આશ્રય લીધે, તેમને તેવી રીતે શરણે આવેલા જોઈ પ્રસન્ન દષ્ટિવાળા કુમારે હાથ ઊંચા કરી કહ્યું કે
તમે કોઈપણ ભય પામશો નહિ, તમારો રક્ષક હું છું.” એમ કહી તેમને આશ્વાસન આપ્યું. તે વખતે “જય જય’ શબ્દથી પ્રસન્ન થયેલા દેએ કુમારના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી, અને આકાશમાં દુંદુભિને નાદ કર્યો. કમળપ્રભ રાજાની શિબિરમાં જયના વાજિંત્રો વાગવા લાગ્યાં અને ચારેબાજુ તેના સુભટો જય નાદ કરવા લાગ્યા.
જેના હૃદયમાં વીતરાગ દેવ રહેલા છે, પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુને જીતનારા ગુરૂ રહેલા છે અને દુષ્કર્મને જીતવામાં તત્પર સદ્ધર્મ રહે છે, તે જ પુરૂષ યુદ્ધમાં જય પામે છે. તથા જેને અરિહંતદેવ અને સદ્ગુરૂને વિષે ભક્તિ નથી, અને જિનભાષિત ધર્મને વિષે કાંઈ પણ રૂચિ નથી, તેવા પુરૂષે ભવભવને વિષે અતિ દુઃસહ એવા સર્વ જાતિના પરાભવોનું સ્થાન જ થાય છે.”
પછી સાસુ અને પ્રિયાની વાણીને સ્મરણ કરતા કુમારે તત્કાળ ઔષધિવડે પોતાની છાવણમાં લાવેલા પમરથ રાજાને સજજ કર્યો. પરંતુ “નાસ્તિકતાને ત્યાગ કરાવ્યા વિના હું તેને છેડીશ નહિ.” એવી પ્રતિજ્ઞા કરેલી હોવાથી કુમારે તેને બેડીઓ પહેરાવી પાંજરામાં નાખ્યો. પછી શત્રુના અને પિતાના સૈન્યમાં જેઓ શસ્ત્રના ઘાતની વ્યથાથી પીડાતા હતા તે સર્વ યોદ્ધાઓને ઔષધિનું જળ છાંટી કુમારે સાજા કર્યા. તેથી તે સર્વેએ હર્ષ પામી તે ઉત્તમ બ્રહ્મવૈશ્રવણની આ પ્રમાણે પ્રશંસા કરી કે-“અહો ! સત્પરૂષ સ્વપરના ભેદ વિના સર્વ ઉપર સરખી રીતે ઉપકાર કરનારા હોય છે.”
ત્યારપછી આનંદમય થયેલે કમળપ્રભ રાજા કુમારબ્રાહ્મણને આલિંગન કરી બંદીની જેમ તેની સ્તુતિ કરવા લાગ્યું કે-“અહો ! તમારૂં શૌર્ય ! અહો! તમારૂં ધર્ય! અહે! અન્યને ઉપકાર કરવાપણું! અને અહો ! તમારું ગાંભીર્ય! આવા તમારા ગુણો બીજા કોઈને વિષે જોવામાં આવતા નથી. જગતને સરજતા વિધાતાની આ તમારા રૂપ એક જ સૃષ્ટિ ત્રણ લેકમાં સદેશપણાના અભાવથી ઘુણાક્ષરન્યાયથી થયેલી હોય એમ હું માનું છું.
હે વત્સ! તમારાથી જ અમે કૃતાર્થ થયા છીએ. અમારા પૂર્વનું પુણ્યના પ્રભાવથી