________________
૨૨૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર જેથી તે બન્ને ખગો પરસ્પર અથડાઈને ચૂર્ણરૂપ થઈ ગયાં. પછી અત્યંત ક્રોધ પામેલા બ્રહ્મવૈશ્રવણે હોઠ પીસી વીમાની રાજાને મલ્લયુદ્ધ કરવા બોલાવ્યો, ત્યારે તે પણ કેડ બાંધીને મલ્લયુદ્ધ કરવા સન્મુખ આવ્યો.
સિંહને યુદ્ધ કરવા બોલાવતાં શું તે આળસુ થાય?” પછી તે બન્ને વરે ભુજાના આશ્લેટવડે આકાશને ફોડતા અને પગના આઘાતવડે પૃથ્વીને કંપાવતા પરસ્પર અફળાઈને યુદ્ધ કરવા લાગ્યા. કુકડાની જેમ ક્ષણમાં ઊંચે ઉડતા અને ક્ષણમાં નીચે પડતા પરસ્પર ગર્જના અને તર્જના કરતા તે બને સુભટો કોને આશ્ચર્ય પમાડનાર ન થયા?
એક બીજાની પાછળ ભમતા તે બન્ને મહાભટ ભ્રમણ ને ગ્રહણ કરતા હતા અને ક્ષણમાં પૃથ્વી પર આળોટી ઊભા થતા હતા, તે વખતે બનેમાં કાંઈ પણ આંતરું દેખાતું નહોતું. વળી જલદી પરસ્પર ભેટતા, છૂટા પડતા, પૃથ્વી પર પડતા તથા આકાશમાં ફેંકાતા તે બન્નેમાં કેણ કર્તા અને કેણ કર્મ છે, તે કેઈથી સમજી શકાતું નહોતું. - આ રીતે મહા બળવાન અને પરસ્પર જ્યની ઈચ્છાવાળા તે બને મહાવીરેએ લાંબાકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં છેવટ પદ્યરથ રાજા અત્યંત થાકી ગયે, અને વિશ્રાંતિ રહિત યુદ્ધ કરતાં છતાં પણ માયાવી બ્રાહ્મણ જરા પણ શ્રમને પામ્યો નહિ. “હાથી સાથે યુદ્ધ કરતાં સિંહ કદાપિ થાકે જ નહિ.” પછી અવસર પામીને બ્રાહ્મણરૂપ ધારણ કરનાર વીર શ્રી જયાનંદકુમારે મુષ્ટિવડે પદ્મરથ રાજાને છાતીમાં એ પ્રહાર કર્યો કે જેથી તેની આંખે અંધારાં આવ્યાં, તે મૂર્શિત થયે અને મુખમાંથી લેહીની ઉલટી કરતા વાયુથી ઉડાડેલા જીણું વૃક્ષની જેમ પૃથ્વી પર પડ્યો. તેને પડેલ જોઈ તેને સજજ કરવા માટે લઈ જવાને ઇચ્છતા તેના ભક્તિવાળા અને શક્તિવાળા લાખો સુભટ આવ્યા. પરંતુ તે સર્વ ઉપર એકીસાથે બ્રહ્મવૈશ્રવણે ધનુષ્ય લઈ તેનો ટંકારવ કરી બાણની વૃષ્ટિ કરી અને સિંહના જેવી ગર્જના કરી. તથા તે સુભટોએ મૂકેલા ચક, શક્તિ, ત્રિશૂળ, ગદા અને ભાલા વિગેરે આયુને ભેદી મૃગની જેમ તેઓને વીંધી નાખ્યા. તેમનાં જીવિતને ખેંચી લેવા માટે તત્પર થયેલા તે બ્રાહ્મણના બાવડે વ્યાકુળ થયેલા તેઓ શસ્ત્રોને ગ્રહણ કરવા કે મૂકવાને પણ શક્તિમાન થયા નહિ.
આ પ્રમાણે તે બ્રાહ્મણે શત્રુના પ્રલય કાળ જેવું યુદ્ધ કર્યું અને તેણે રૂંધેલા વીરો પિતાને સ્વામીને લેવા અસમર્થ થયા ત્યારે કમળપ્રભ રાજાની ભ્રસંજ્ઞાથી પ્રેરાયેલા સુભટોએ તે પદૂમરથ રાજાને બાંધી શ્રીકમળપ્રભરાજાના રથમાં લાવીને નાખે.
આ પ્રમાણે પિતાના રાજાને શત્રુરાજાએ રથમાં ગ્રહણ કરેલ જોઈ સ્વામીની આશા