________________
૨૩૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
બ્રાહ્મણ ! હમણાં પૃથ્વીપર ઘણા સુકાળ છે, ઘેર ઘેર તને દાણા મળી શકશે, તેથી આ તાંબાનું વાસણ લે અને સુખેથી ભિક્ષા માગી ખા. હે અધમ બ્રાહ્મણ ! બીજાના કા માટે શા માટે તું મરવા તૈયાર થયા છે? રાજાએમાં નિંદનીય એવી બ્રહ્મહત્યા હું કેમ લ` ? ” આ પ્રમાણે તેના ધિક્કારથી ક્રોધ પામેલા માયાવી બ્રાહ્મણ બોલ્યેા કે—
“ હે રાજન ! પરાક્રમને વિષે ક્ષત્રિયપણુ કે બ્રાહ્મણપણું વિચારવાનું કાંઈ કારણ નથી. અથવા તે હું જે છું તે છું. યુદ્ધના મેદાનમાં તારે કુળનું શું કામ છે ? પરની નિંદા કરવી એ જ તારે આધીન છે, અને મારે આધીન તેા પરાક્રમ છે. જે તારૂ સૈન્યનું નાથપણું છે, તે હું હમણાં જ નાશ કરીશ, અને તારા પ્રાણેાવડે યમરાજને ઘેર સુકાળ કરી દઈશ. હું... તારૂ રાજ્ય ગ્રહણ કરીશ, તેથી મારે ત્રાંબાના વાસણની શી જરૂર છે ? મને વિધાતાજ તારા પ્રાણ સુધીની સર્વ ભિક્ષા આપશે. જેને પેાતાની પુત્રીને પણ વધ કરવામાં ભય નથી, તેવા નાસ્તીકને બ્રહ્મહત્યાના ભય કયાંથી હાય ? બ્રાહ્મણપણું ધારી જે ઉપેક્ષા તું ખતાવે છે, તે તે તારૂ કાયરપણું જ સૂચવે છે.
સત્પુરૂષોના સ` આરંભ પરના કાર્ય માટે જ હોય છે, તે ખાખતમાં આ જગતને વિષે સૂર્ય, ચંદ્ર, વ્રુક્ષ અને મેઘ વિગેરેના દૃષ્ટાંતે સુલભ જ છે. તે તારી પુત્રીને આંધળી કરી તે તારા દિલનુ ઇચ્છિત જ હતુ, અને નાસ્તિક હાવા છતાં તું શ્રાવકની પુત્રીને ઇચ્છે છે, તે તારામાં વિવેક દૃષ્ટિનુ શુન્યપણું જ સુચવે છે તેથી જો તું ક્ષત્રિય હા તે યુદ્ધમાં તારૂ પરાક્રમ બતાવ. ઉત્તમ પુરૂષા કાવડે જ પાતાના ગુણા કહે છે, વચનવડે કહેતા નથી.”
આ પ્રમાણે તે બ્રહ્મવૈશ્રવણના વચનરૂપી ઘીની આહુતિવડે તે પદ્મરથ રાજાને ક્રોધાગ્નિ દેદીપ્યમાન થયા, તેથી તે ધનુષને કુ'ડળ રૂપ કરી યુદ્ધ કરવા સન્મુખ આવ્યા. તેણે તે બ્રાહ્મણ ઉપર મસ્થાન અને અખ઼રને છેઢવા માટે હજારા ખાણા મૂક્યાં, તે સ` ખાણાને બ્રહ્મવૈશ્રવણે તરત જ એકી સાથે પેાતાના ખાણેાવડે છેદી નાખ્યાં. પછી તે પદ્મરથ રાજાના સૈનિકે કે જેમને તેમના સ્વામીએ ઘણા ઉત્સાહ આપ્યા, તેએ કરોડો સૈનિકા એકી સાથે અખ્તર ધારણ કરી બ્રહ્મવૈશ્રવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સર્વેને શિકારી જેમ મૃગાને વીંધે તેમ એકલા બ્રહ્મવૈશ્રવણે જાણે તેટલાં બધાં રૂપ ધારણ કર્યાં હાય તેમ કરાડા ખાણેાવડે એકીસાથે બધાને વીધી નાખ્યા.
તે બ્રાહ્મણને બાણ ચડાવતા તથા મૂકતા કોઈ પણ સુભટો જાણતા-જોતા નહાતા પરંતુ તત્કાળ પોતાના આત્માને તેના ખાણાથી વીધાતા જ જોતા હતા. આવી તેની