________________
નવમા સ,
૨૩૫
એ પ્રમાણે કહી તેને નિષેધ કરી બ્રહ્મવૈશ્રવણ રથ ઉપર આરૂઢ થઈ વિવિધ પ્રકારના શસ્ત્રોને ધારણ કરી યુદ્ધ કરવા તૈયાર થયા બ્રહ્મવૈશ્રવણે ભુજદડના પ્રચંડ પરાક્રમવાળા ધનુષ્યને કુંડળ રૂપ કરી મેઘની જેમ ચારેબાજુ ખાણેાની વૃષ્ટિ કરી, જેથી શત્રુઓના મસ્તકના ટાપ અને બખ્તર વિગેરે ભેદી શત્રુઓને નિરાધાર કરી દીધા. તેણે ખાણેાવડે એકી સાથે લેાઢાની ઝુલ જેવા અખ્તરસહિત હાથીઓને, પલાણ વિગેરે અખ્તરસહિત અશ્વોને અને અખ્તરસહિત પગપાળા સૈનિકોને ચારે બાજુથી વીંધી નાખ્યા.
જેમ કલ્પાંત કાળના વાયુ વૃક્ષાને પાડી નાખે તેમ તેણે ન જાણી શકાય તેવા આણા મૂકીને એકી સાથે હજારા હાથીઓ વિગેરેને પાડી નાખ્યા. તેણે ક્ષણવારમાં રથવાળાને રથ રહિત કરી દીધા, હસ્તીના સ્વારીને હાથી રહિત કરી દીધા, જીવવાળા પાયદળને જીવ રહિત, કરી દીધા અને ધોડેસ્વારીને ધાડા રહિત કરી દીધા. તેજ પ્રમાણે જલ્દીથી વિવિધ આયુધવડે તેણે ગજ અને રથ વિગેરેને પણ ચાદ્ધાઓ રહિત કર્યાં, તેણે કયા કયા ચાદ્ધાને મસ્તક, હાથ અને પગ રહિત ન કર્યો ?
જેમ વૈદિક વિદ્યાને જાણનાર વૈદ્ય પથ્ય વસ્તુવડે મનુષ્યેાને પુષ્ટ બનાવે છે, તેમ તેણે યુદ્ધમાં વૈરીસમૂહના પ્રાણેાવડે યમરાજને પણ પુષ્ટ કર્યાં. તેનાપર શત્રુના વીએ ચક્ર, ગદા, ખડ્ગ, ખાણ અને મુદ્ગર વિગેરે અનેક શસ્રના સમૂહે મૂકચા, પણ તે સર્વે તેના શરીરને રૂના પ્રહાર જેવા લાગ્યા.
આ પ્રમાણે શસ્રોવડે શત્રુના સૈન્યને હણુતા એવા તેને ઔષધવડે અસાધ્ય એવા વ્યાધિતુલ્ય જોઈ ને શત્રુના સુભટા યુદ્ધને ત્યાગ કરી ત્રાસ પામ્યા. તેથી કેટલાક વનમાં સતાઈ ગયા, કેટલાક જળાશયામાં પેસી ગયા, કેટલાક સ્ત્રીનું રૂપ ધારણ કરીને રહ્યા, કેટલાક ભાટ ચારણુ વિગેરેનું રૂપ કરીને રહ્યા, કેટલાક મુખમાં તૃણુ રાખીને રહ્યા, કેટલાક શસ્ત્રોને ત્યાગ કરીને રહ્યા, કેટલાક તેનેજ શરણે ગયા, કેટલાકે શ્રીજિનેશ્વરદેવના ચરણનુ શરણ કર્યુ, તથા કેટલાક શસ્ત્રને ત્યાગ કરીને નેાકારવાળીને ગ્રહણુ કરી શ્રાવકના દંભથી ‘નમો અરિહંતાળ’ એ મંત્રને ઊંચે સ્વરે ખેાલવા-ગણવા લાગ્યા.
આ પ્રમાણે ત્રાસ પામીને વીખરાઈ ગયેલું પેાતાનું સમગ્ર સૈન્ય જોઈ ક્રોધથી ઉદ્ધૃત થયેલા પદ્મથ રાજા પાતે યુદ્ધ કરવા દોડયો. તેણે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે—
“ અરે અધમ બ્રાહ્મણ ! તને બ્રાહ્મણ જાણી તારી ઉપેક્ષા કરી, તેથી તું અનાથની જેમ આ સેનાને હણે છે, પરંતુ તે સેનાને હું નાથ છું, તેથી તને અપરાધીને હવે હુ· હણી નાખીશ. પર`તુ ભિક્ષુકના શરીરપર પડતા મારા માણેા લજ્જા પામે છે. હે