________________
૨૩૩
નવમે . • કરતા નથી. પછી માર્ગમાં રહેલા સરોવર, નદીઓ અને વાવડીએને શેષાવતો પદમરથ રાજા પણ સિન્ય સહિત ત્યાં આવી પહોંચ્યો. અને તેની સન્મુખ પડાવ નાખીને રહ્યો. બને સૈન્યના સુભટએ પ્રાપ્ત થયેલા સંગ્રામને મહોત્સરૂપ માની શસ્ત્રો સજજ કરવામાં રાત્રી પસાર કરી, પ્રભાતમાં રણસંગ્રામ જોવા માટે જાણે કૌતુકી થયે હોય નહી? તેમ પૂર્વ દિશાને વિષે સૂર્ય આરૂઢ થયે. સૂર્યને અને સૈનિકને પ્રતાપ પરસ્પર હરિફાઈથી વધવા લાગે.
જેમ અત્યંત કર લેવાવાળા રાજાના ત્રાસથી પ્રજાજનો નાસી જાય તેમ સૂર્યના પ્રચંડ કિરણ વડે હણાયેલા નિસ્તેજ બનેલા, તારાઓ અદશ્ય બન્યા, પરસ્ત્રીને હાથવડે સ્પર્શ કરવાથી તેના પતિ દ્વારા દોષિત વ્યક્તિના હાથ જેમ નષ્ટ કરાય છે, તેમ પમીનીના સ્પર્શ વડે દેષિત બનેલા ચંદ્રના કરે-કિરણ-પદ્મીનીના પતિ સૂર્યવડે નષ્ટ કરવાથી ચંદ્ર અતિશય નિસ્તેજ બની ગયે.
બાંધવ-સૂર્ય વિના સુખ નથી. એમ જણાવવાને માટે જ જાણે શબ્દ ન કરતા હોય તેમ ચક્રવાક પક્ષીઓ શબ્દ કરા લાગ્યા. ઉત્તમ રાજાના રાજ્યમાં જેમ અનીતિ રૂપ અધંકાર નાશ પામી નીતિરૂપ પ્રકાશ વિસ્તાર પામે છે. તેમ સૂર્યને ઉદય થવાથી અંધકાર નાશ પામ્ય અને પ્રકાશ ફેલાયે.
આ રીતે પ્રભાત થતાં ઢક્કા, હુડુક્ક, આનક, શંખ, ભેરી, પટલ, ખરમુખી અને કાહલ વિગેરે રણસંગ્રામના વાજિંત્રો અને સૈન્યમાં એકી સાથે ચારે બાજુથી વાગવા લાગ્યાં. તેને ધ્વનિ પ્રલયકાળના મેઘની ગર્જનાના અહંકારને નાશ કરવા લાગ્યું. તે નાદના પ્રસારથી ત્રાસ પામેલા સર્પો પોતાના બીલમાં પેસી ગયા, વનમાં ફરતા સિંહે પિતાની ગુફામાં પિસી ગયા અને હાથીઓ ઝાડીઓમાં પેસી ગયા. ભૂત, પ્રેત અને રાક્ષસો વિગેરે માંસ પ્રાપ્તિ અને યુદ્ધનું કૌતુક જોવાની બુદ્ધિથી હર્ષપૂર્વક નાચ કરતા આકાશમાં ભેગા થયા.
પછી રણવાજિંત્રથી ઉત્પન્ન થયેલા નાદવડે જેમના મનમાં ઉત્સાહ અત્યંત વૃદ્ધિ પામ્યો છે એવા બને સૈન્યના સૈનિકે યુદ્ધ કરવા તૈયાર થયા. તેમાં અશ્વ, રથ, સૈનિક, અને હાથીઓના સમૂહો પિતા પોતાને યોગ્ય સ્થાનેથી પિતાપિતાની પંક્તિ. છોડ્યા વિનાજ સામસામા ચાલવા લાગ્યા. દૂરથી પણ ચિન્હાવડે ઓળખીને સામાપક્ષના સુભટની સાથે યુદ્ધ માગતા બને સૈન્યના મોખરે રહેલા સૈનિકે જલદી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
તેજ રીતે બને સૈન્યના જાણે જંગમ પર્વતો હોય એવા હાથીઓ, પૃથ્વીને સ્પર્શ