________________
૨૩૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અવિચારી કાર્ય કર્યું નથી. હવે આપણે કિલ્લો સજજ કરી તેમાં અન્નજળ વિગેરે ભરીએ અને સૈન્ય એકઠું કરી કિલ્લામાં રહીને જ યુદ્ધ કરીએ.
તે સાંભળી કમળપ્રભ રાજાએ કહ્યું કે-“ભલે એમ છે, પરંતુ મને એમ લાગે છે કે આપણે નગરની બહાર નીકળીને યુદ્ધ કરીએ, અને શત્રુના સૈન્ય ઉપર જય મેળવીએ, સાહસથી શું સિદ્ધ નથી થતું? હે મંત્રીઓ ! કિલ્લામાં રહીને યુદ્ધ કરતાં મને લજજા ઉત્પન્ન થાય છે. ક વીર અને માનીપુરૂષ શત્રુથી કરાતું પોતાના દેશનું આક્રમણ સહન કરી શકે ? તે સાંભળી બ્રહ્મવૈશ્રવણ બોલી ઉઠયો કે
- “હે રાજેન્દ્ર! તમે કહો છો તે બરાબર સત્ય છે. શત્રુને ભય બીલકુલ ત્યજી દે. કિલ્લાને સજજ કરવાની જરૂર નથી. અને શત્રુની સાથે યુદ્ધ કરવા જલદી નગરમાંથી બહાર નીકળો. આપ લેશમાત્ર ચિંતા ન કરો. હું એક જ તે શત્રુને જીતી લઈશ. બીજા , બધાયે બરાબર સાવધાન બની જેયા કરવું. જેમ મેં કરેલું નાટક આશ્ચર્ય અને હર્ષપૂર્વક તમે બધાએ જોયું. તેમ આ યુદ્ધ સંબંધી નાટકપણ તમારે બધાએ શંકા રહિતપણે જેવું.”
આ પ્રમાણે બ્રહ્મવૈશ્રવણનું વચન સાંભળી હર્ષ પામેલે રાજા પિતાનું સૈન્ય એકઠું કરી માંગલિક આચાર કરી, દેવગુરૂની સ્તુતિ કરી, સર્વ પ્રકારના વિનિને હરનાર શ્રી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી પિતાના પટ્ટહતિ ઉપર બેઠે. છત્રવડે સૂર્યના તાપને દૂર કરતે ચામર વડે વિઝા, વાજીંત્રના નાદ વડે આકાશતળને પૂરતો, અને શુભશુકનો વડે ઉત્સાહને વધારે તે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળે. ત્યારબાદ વિવિધ શસ્ત્રોને ધારણ કરવાથી દુર્ધર બ્રહ્મવૈશ્રવણ પણ યુદ્ધને ઉચિત સર્વ સામગ્રી સહિત રથમાં બેસી તે રાજાની પાછળ નીકળે. તેના નીકળ્યા પહેલાં ઉત્તમ માંગલિક કાર્યો કરીને કમળારાણીએ તેને કહ્યું કે
હે બ્રહ્મદેવ તમે અલક્ષ્મ-જાણી ન શકાય તેવા પુરૂષ છે, તે મારા પતિને તમે યુદ્ધમાં મારશે નહિ, તેની પ્રિયા બ્રાહ્મણીએ પણ બ્રહ્મશ્રપણને કહ્યું કે, હે સ્વામિનમારા પિતા યુદ્ધમાં તમારી સામે આવે અને તમારા ગુનેગાર થાય તે પણ તમે મારા પિતાને મારી નાખશે નહિ. તે બનેનું વચન તેણે અંગીકાર કર્યું.
હવે શૂરવીરને વિષે અગ્રેસર એવા કમળપ્રભ રાજાનું સૈન્ય પમરથ રાજાના સૈન્યથી અડધું હતું તો પણ તે શત્રુની સામે ચાલ્ય, અને પિતાના દેશના સીમાડામાં જઈ પડાવ નાખી સુખપૂર્વક રહ્યો, પરાક્રમ, ઉત્સાહ અને શક્તિવાળા પુરૂષે યુદ્ધમાં વિલંબ