________________
નવમે સ.
૨૨૯ આ બ્રોવૈશ્રવણને મારી પ્રતિજ્ઞા અનુસાર પ્રથમ જ આપી દીધેલી છે. વળી એ
કન્યા પણ ચંદ્રને વિષે સ્નાની જેમ તેને વિષે જ પ્રીતિવાળી છે. દૂત બોલ્યો -“હે પ્રભુ ! રાજકુમારને મૂકીને તમે તમારી પુત્રી એક ભિક્ષુક એવા
બ્રાહ્મણને કેમ આપે છે ?” રાજાએ કહ્યું: “હે દૂત! તારા સ્વામીએ બિલને પુત્રી આપી તેમાં તેને દેષ ન
લાગે. જ્યારે હું તે ઉત્તમ કુળના બ્રાહ્મણને કન્યા આપી દૂષિત થાઉં તે
ક્યાને ન્યાય ? દત બોલ્યો -“મારા સ્વામીએ કોધને વશ થઈ કન્યા ભિલને આપી છે. રાજાએ કહ્યું -“મેં પણ મારી પ્રતિજ્ઞાના પાલન માટે મારી કન્યા બ્રહ્મવૈશ્રવણને
આપી છે. દત બોલ્યો :–“હે રાજન ! અત્યંતર વિધિ બાહ્યવિધિને બાધક છે. એ ન્યાય પ્રમાણે
તમે રાજકુમારી આ રાજકુમારને આપીને બ્રાહ્મણને આપવાનું બંધ કરો. કેમકે મેટાઈ સ્વજનપણું અને પરાક્રમવડે આ રાજા તમારે અંતરંગ સંબંધી છે. તે હે રાજન ! આ તમારી કેવી સરળતા છે કે જેથી સત્યમાર્ગને વિષે પણ તમે મુંઝાઓ છે. કામદેવના રૂપને પણ તિરસ્કાર કરનાર તે રાજકુમાર ક્યાં? અને નટવિટ જેવી હલકી વિદ્યાઓ વડે પેટ ભરનાર આ બ્રાહ્મણ ક્યાં ? કદાચ તમારે ઘણો જ ઉપગારી હોય તે પણ તે બ્રાહ્મણને દાનમાં ઘણી ગાયો વિગેરે દક્ષિણ આપવી એ જ ચોગ્ય છે, પણ રાજકુમારી આપવી તે ગ્ય નથી. ગધેડો ઘણે ભાર ઉપાડતો હોય તો તેને ઘણો સારો ચારે અપાય. પણ તેના કંઠમાં
મણીની ઘંટા ન જ બંધાય. રાજાએ કહ્યું –કાર્ય કર્યા પહેલાં ગ્યાયેગ્યનો વિચાર કરવો ઠીક છે. પરંતુ કાર્ય
કર્યા પછી તે તેને નિર્વાહ કરે એ જ પુરૂષને માટે એગ્ય છે. કહ્યું છે કે દિગુહસ્તી, કાચબો, કૂળ પર્વત અને શેષનાગે ધારણ કરેલી આ પૃથ્વી પણ કદાચ ચલાયમાન થાય. પરંતુ વિશુદ્ધ મનવાળા પુરૂષની પ્રતિજ્ઞા યુગાંતે પણ ચલાયમાન થતી નથી. તેથી કરીને હે દૂત! સપુરૂષને સંમત એવું આ કાર્ય મેં કરેલું છે.
તે હવે આ વાત બંધ કર અને બીજું જે કંઈ કાર્ય હોય તે કહે. દત બોલ્યો –હે રાજન ! ભવિષ્યના આત્મહિતને તમે વિચાર કરો. મોટા સાથે
સ્વજનપણું સાચવ્યું હોય તે તે સર્વ કાર્યો કરનારું બને છે. આ પ્રમાણે કહેવા
"
મ