________________
૨૨૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તે રાજા ચારે બાજુથી સેવાઈ રહ્યો હતે. તથા પિતાની ઠકુરાઈની લીલાવડે જાણે યમરાજને પણ જીતવા તૈયાર થયે હેય નહિ....! એવો જણાતો હતે. આવા પૃથ્વીપતિ શ્રીકમલપ્રભ રાજાને જોઈ તેને નમસ્કાર કરી, તેની સમૃદ્ધિથી આશ્ચર્ય પામી તે દૂત શ્રીકમલપ્રભ રાજાએ પિતાની ભૂકટીના ઇશારાથી બતાવેલા આસન પર બેઠે. રાજાએ પુછયું -“હે દૂત ? તું કુશળ છે? મારા બનેવી પણ કુશળ છે ને? તારે.
અહીં આવવાનું શું પ્રયોજન છે તે કહે. દત બોલ્યો -“હે રાજન ? આપની કૃપાવડે હું કુશળ છું, અને આપના બનેવી
પરથ રાજા પણ કુશળ છે. મારું અહીં આવવાનું પ્રયોજન કર્યું તે તમે સાંભળો. પદ્મપુરનગરના શ્રીપદ્મરથ રાજા જે આપના બનેવી છે. તેમણે મને અહીં તમારી, પાસે મોકલ્યો છે અને તેમણે મારી સાથે સંદેશે કહેવડાવ્યું છે કે ભાગ્યયોગે એકાએક ક્રોધ થવાથી, વગર વિચારે તમારી ભાણેજ વિજયસુંદરીને મેં કઈક દુઃખીઆર ભિલને આપી દીધી. પછી પશ્ચાત્તાપ થવાથી પ્રભાતે તેમની શોધ કરાવી, પરંતુ તેમનો પત્તો લાગ્યું નથી. તેથી નિરંતર હું દુઃખી થઈ રહ્યો છું. તે તમે પણ તમારી શક્તિ પ્રમાણે વિજય સુંદરીની શોધ કરે. બીજી બાબત એ છે કે તમારે મનહર કમલસુંદરી નામની કન્યા છે કે, જેના સૌદર્યથી તિરસ્કાર પામેલી લક્ષ્મી મહાદેવને વિષે અનુરાગવાળી થાય છે. તેમ દેવકુમારતુલ્ય પદ્ધદત્ત નામના મારા કુમારને તમારી કમલસુંદરી આપે. આ બન્નેને કામદેવ અને રતિસમાન સંગ થાઓ...!
દૂતના આવા પ્રકારના વચનને સાંભળી શ્રીકમલપ્રભરાજાએ તેને ખ્ય જવાબ આપવા મનમાં વિચાર્યું કે, પ્રથમ તે આ નાસ્તિક રાજને મારી બહેન આપી છે તેનું દુઃખ તે હું જોઈ રહ્યો છું અને ફરી એ નાસ્તિકને ત્યાં મારી વહાલી પુત્રી આપું તો તે કેવી રીતે સુખી થઈ શકે? બીજી બાજુ આ પદ્મરથ રાજા અતિ શૂરવીર ધનસંપત્તિ અને સૈન્યના બળમાં મારાથી અત્યંત ચડિયાત
છે, તે કમલસુંદરીની માગણીને અસ્વીકાર કરતા દૂતને યોગ્ય જવાબ આપું. રાજાએ કહ્યું -“હે દૂત, મારી ભાણેજ વિજય સુંદરી સહિત જિલ્લાની મેં આગળ
તપાસ કરી. પરંતુ તેમને આજ લગી કયાંથી પણ પત્તો મળ્યું નથી. બીજું " - - મારી કમલસુંદરી નામની કુંવરી તે મારા કુમારને સાજો કરનાર મહા ઉપગારી
-
-
-