________________
૨૨૫
:
નવમો સંગ . પ્રાસક કેબલ પર બેઠા. તેમને તે બન્નેએ ભક્તિથી વંદના કરી, ત્યારે ગુરૂએ તેમને ધર્મલાભ આપે. પછી તે બને ગુરૂની પાસે બેઠા. એટલે તેમને ગુરૂએ આ પ્રમાણે ધર્મદેશના આપી :
“સમગ્ર લક્ષમીઓ શરદ ઋતુના વાદળા જેવી ચપળ છે, જીવિત નદીના પૂર જેવું ક્ષણિક છે અને સર્વ કુટુંબ નટના પિટકની જેમ અસ્થિર છે, તો પછી ધર્મકાર્યમાં કેણ મોહ પામે અથવા પ્રમાદ કરે ? વિપત્તિમાં એમાંનું કોઈ શરણરૂપ થતું નથી, સર્વ સ્વજને સ્વાર્થમાં જ તત્પર હોય છે. શરીર પણ અલ્પ કાળમાં જ ક્ષય પામે છે અને સીએ સ્વભાવથી જ અત્યંત કુટિલ હોય છે. - તેથી પરાભવ, ભય અને વિદતથી ભરેલા આ સંસારમાં સુખ ક્યાંથી હોય? સંસારમાં વિષયનું સુખ અતિ એપ છે, તે પણ સ્ત્રી વિગેરેથી સાધી શકાય છે, અને સ્ત્રી તે સર્વ આપત્તિની સખી છે. તેથી તેને વિષે ડાહ્યા પુરૂષે રાગ કરવો યોગ્ય નથી. પરંતુ નિરંતર સ્થિર અને ઉત્કૃષ્ટ એવા મુક્તિને સુખ ઉપર જ રાગ કરે એગ્ય છે. તે મુક્તિ સંયમથી જ સાધી શકાય છે, તેથી હે ભવ્ય પ્રાણિઓ! તમે સંયમને અંગીકાર કરે.” ( આ પ્રમાણે તે ગુરૂરૂપી ચંદ્રની સંવેગરૂપી અમૃતને વરસાવનારી ચંદ્રીકા જેવી વાણીવડે તે બન્નેને સંસારની તૃષ્ણથી ઉત્પન્ન થયેલ તાપ શાંત થવાથી તે બનેએ તેજ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સંવેગને ધારણ કરતા તે બને મુનિઓ ગુરૂની સાથે વિહાર કરતા વિવિધ પ્રકારને તપ કરતા, દ્વાદશાંગીને અભ્યાસ કરતા સિદ્ધ યેગવાળા, પરસ્પર પ્રીતિપૂર્વક સાથે જ રહેવા લાગ્યા.
છેવટે આયુષ્ય પૂર્ણ થયે વિધિ પ્રમાણે મનુષ્યના શરીરનો ત્યાગ કરી તે બને સૌધર્મ દેવલેકમાં પાંચ પાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાં દેવનું સુખ ભોગવી મનુષ્યને વિષે ઉત્પન્ન થયા તે આ પ્રમાણે –
મદનને જીવ વિજયપુર નામના નગરમાં સમરસેન રાજાની વિજયાવલી નામની રાણીથી મણિપ્રભ નામનો પુત્ર થશે. અનુક્રમે પિતાએ તેને રાજ્ય પર સ્થાપન કર્યો. તેણે ચિરકાળ સુધી રાજ્યલક્ષમી ભગવી. એક દિવસ કરમાઈ ગયેલા કમળના વનને જોઈ પ્રતિબોધ પામી, પિતાના પુત્રને રાજ્ય સોંપી જિનેશ્વરસૂરિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી તે મણિપ્રભ રાજર્ષિ ઘણી તપસ્યા કરવાથી અવધિજ્ઞાન પામ્યા તથા આકાશગમનની શક્તિવાળા થયા.
Insistitution
-
જ.-૨૯