________________
નવમે સગ
૨૨૩ મારા પતિને ગૃહવાસ કેવો છે? અને તેની પૂર્વ પ્રિયાઓ કેવી છે? તે જેઉં.” એમ વિચારી તે જોવાની ઉત્કંઠાવાળી શ્રીમતીએ પતિને કહ્યું કે-“તમારા પિતાને આ વાસ એક વખત પણ મને કેમ બતાવતા નથી ? કારણ કે પુરૂષને પિતાનું અને સ્ત્રીને ધસરનું ગૃહ જ વખાણવા લાયક છે. ”
તે સાંભળી ધનદેવે જવાબ આપ્યો કે-“હે પ્રિયા ! સમય આવે સર્વ બતાવીશ.” તે સાંભળી ધીરજવાળી શ્રીમતી પણ ભેગમાંજ એક દષ્ટિ રાખી સુખેથી રહી. કેટલેક કાળે ફરીથી તેણીએ પતિને કહ્યું કે
હે સ્વામી! આ જગતમાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના પુરૂષ હોય છે. તેમાં શ્વસુરના નામથી જે પ્રસિદ્ધ થાય-ઓળખાય તે જઘન્ય કહેવાય છે, પિતાના નામથી પ્રસિદ્ધ થાય—ઓળખાય તે મધ્યમ કહેવાય છે. અને પિતાના ગુણથી-નામથી જે પ્રસિદ્ધ થાય તે ઉત્તમ કહેવાય છે. તેથી હે નાથ ! અહીં રહેવાથી તમારી ઉપાર્જન કરેલી સમૃદ્ધિ પણ શ્વસુરના નામથી ઉત્પન્ન થયેલી હોવાથી તે ઉત્તમ કહેવાય નહિ, માટે આપણે તમારા પિતાને ઘેર જઈએ.”
આ પ્રમાણે પત્નીનું વચન સાંભળી ધનદેવ બોલ્યો કે-“હે પ્રિયા ! હજી સુધી મને ભાજીના છમકારા સાંભરે છે. ” આવું પતિનું વચન સાંભળી તેણીએ પૂછ્યું કે“હે પ્રિય ! તે છમકારા કેવા ? ” એટલે તેણે પ્રથમથી પિતાને સર્વ વૃત્તાંત તેણીને કહી સાંભળાવ્યા. તે સાંભળીને હાસ્ય અને અવજ્ઞાથી શ્રીમતી બોલી કે–
હે સ્વામી આ હકીકત મારી શક્તિ પાસે શી ગણત્રીમાં છે? એથી તમે ભય • પામશે નહિ. એ બાબતમાં હું જ તેને પ્રતિકાર કરીશ, માટે શંકા વિના મારી સાથે ઘેર ચાલે. તમને કંઈ પણ બાધા થશે નહિ.” આ પ્રમાણે પત્નીની વાણીથી અવલંબન પામેલે તે ધનદેવ સાહસને ધારણ કરી સ્વજનેની રજા મેળવી પ્રિયા સહિત અનુક્રમે હસંતી નગરીએ આવ્યું, અને તેણે પિતાના ઘરમાં પ્રવેશ કર્યો.
તે વખતે “અહો ! આ પિપટની અવસ્થાવાળો હતો છતાં મૂળ રૂપને શી રીતે પામ્યો?” એમ વિચારતી પ્રથમની બન્ને પ્રિયાઓએ તેને . પછી બહારથી હર્ષને બતાવતી તે બન્ને સ્ત્રીઓએ ઉભી થઈ, ગૌરવ સહિત આચમન વિગેરે આપવાવડે તેની ભક્તિ કરી. પ્રિયા સહિત તેને ચિત્રશાળામાં લઈ જઈ આસન પર બેસાડી સુખશાતાના પ્રશ્નાદિકવડે પતિને ખુશ કર્યો. પછી મેરી સ્ત્રીના કહેવાથી નાની સ્ત્રી પગ દેવા માટે નિર્મળ જળ લાવી. અને તે વડે ભક્તિ સહિત તામ્રપત્રમાં તેના પગ ધોયા. તે જળ
(૯
ડો .
09, .