________________
નવમો સ ં
૨૨૧
આવા ચિરત્રવાળી આ સ્ત્રીને વિષે કાંઈ પણ અસ`ભિવત નથી, મને ધિક્કાર છે કે જેથી હું મનુષ્યજન્મ હારી ગયેા. હવે હું પક્ષી થયા તેથી શું કરૂં ? ”
આ પ્રમાણે વિચાર કરી દુ:ખી થયેલા તે ભય પામી જેટલામાં ઉડવા લાગ્યા, તેટલામાં તે દુષ્ટા ક્રોધથી પાતાના હાથ વડે તેને પકડી બેલી કે:- રે મૂખ ! ટાઢીચે તાવ આવ્યાનું ખાનું કરી તે અમારૂં ચરિત્ર જોયું છે, પણ તે તારી જેવાને લાયક નહાતું. હવે કપટનું ફળ સહન કર–ભોગવ. ’’
એમ કહી તે પાપટને પાંજરામાં નાંખી તે દુષ્ટ સ્ત્રી ગૃહકાર્ય કરવા પ્રવર્તી. નાની પ્રિયા પણ તે જોઇને હર્ષોં પામી, તેણીની કળાની પ્રશંસા કરવા લાગી, પોપટ પેાતાના ઘરને તથા પિરવારને જોઈ શેક કરવા લાગ્યા. પછી તે સ્ત્રીએ જે વખતે ભાજીના શાકને વઘારના છમકારા આપતી હતી તે વખતે તે પોપટને શસ્ત્રધારાપર રાખી આવા શબ્દ ખેલી ભય પમાડતી હતી કે—
“ અરે દુ! આ છમકારાને તું સાંભળે છે કે? આ પ્રમાણે કોઈક વખત તને પણ મારી નાખીને છમકારા સહિત અમે રાંધશું. આ પ્રમાણે હમેશાં તેને રસાડામાં લઈ જઈ જીવિતના ભય બતાવતી હતી. તેથી તે પાપટ મહાકબ્જે દિવસેા પસાર કરતા હતા.
•
અહીં રત્નપુરમાંથી નીકળી ગયેલા શ્રીમતીના પતિ ધનદેવ પાછે નહિ આવવાથી શ્રીપુ'જ શ્રેષ્ઠીએ તેની સત્ર શેાધ કરાવી. પરંતુ કોઈ ઠેકાણે તેના પત્તો મળ્યા નહિ. પ્રાત:કાળે તેણે લખેલા શ્લેાક શ્રીમતીના જોવામાં આવ્યા, તે વાત તેણે પેાતાના પિતાને કરી એટલે બુદ્ધિના નિધાનરૂપ તે શ્રેષ્ઠીએ તેનું નિવાસ સ્થાન વિગેરે જાણી લીધું કે— “ હુસંતી નામની નગરીના રહીશ ધનપતિને પુત્ર ધનદેવ અહીં આવ્યા હતા, અને પરણીને પાછા ત્યાં ગયા છે. ” આ પ્રમાણે તેને વૃત્તાંત રૂદન કરતી પુત્રીને કહી શાંત પાડી, અને તેણીને આશ્વાસન આપવા કહ્યુ. કે—“ હે પુત્રી ! તારા વરને હું શીઘ્રપણે ખેલાવું છું. ’
ત્યારપછી એક દિવસ સાગરદત્ત નામના સાવાહ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે હસ’તી નગરીએ જતો હતો. તે હકીકત જાણી શ્રીપુ જ શ્રેષ્ઠીએ તેને ધનદેવને આપવા માટે લગ્ન વખતે આપેલા અલકારો આપી સંદેશા કહેવરાવ્યેા કે હું ધનદેવ ! અહી આવીને તમારી પત્નીની સ'ભાળ લ્યે. ”
સાગરદત્ત પણ વહાણવટે સમુદ્ર એળંગી હસતી નગરીમાં આવ્યે અને ધનદેવને