________________
૨૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કહ્યું કે–“હે પ્રિયાઓ ! મને આજે અત્યંત શીત જવર આવ્યો છે.” તે સાંભળી તેઓએ શીધ્રપણે શય્યા પાથરી. તેમાં તે તરત સુઈ ગયો, અને માયાથી વસ્ત્ર એાઢી તેણે નિદ્રાનો દેખાવ કર્યો. રાત્રીને એક પ્રહર વ્યતીત થયે ત્યારે તેને નાસિકાના ઘેર શબ્દવડે નિદ્રાવશ થયેલે જાણી મોટી અને નાનીને કહ્યું કે–
“હે બહેન ! સામગ્રી તૈયાર કર.” પછી જલદીથી ઘરનાં કાર્યો કરી તે બન્ને સ્ત્રીઓ ઘરમાંથી નીકળી ઘરના ઉદ્યાનમાં રહેલા એક આમ્રવૃક્ષ પર ચઢી તેમને બહાર જતી જોઈ ધનદેવ પણ ગુપ્ત રીતે તેમની પાછળ ગયે, અને વસ્ત્રવડે પોતાના શરીરને મજબુત બાંધી તે આમ્રવૃક્ષને કેટરમાં ભરાઈ ગયો. પછી તેઓએ મંત્રજાપ કર્યો, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી સમુદ્ર મધ્યે રહેલા રત્નદ્વીપમાં રત્નપુર નામના નગરમાં ગયું. ત્યાં જમીન પર વૃક્ષને સ્થિર કરી તેના પરથી ઉતરીને તે બન્ને સ્ત્રીઓ નગરની અંદર જઈ ઈચ્છા પ્રમાણે વિચિત્ર આશ્ચર્યો જોવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ પાછળ નગરમાં ગયા અને તેમનું આવું ચરિત્ર જોઈ મનમાં આશ્ચર્ય પામે.
આ અવસરે તે નગરમાં લક્ષ્મીના નિધાનરૂપ શ્રીપુંજ નામે એક ઉત્તમ શ્રેણી રહેતે હતો. તેને ચાર પુત્ર ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેણનું રૂપ જોઈ તેવું રૂપ પામવાની ઈચછા છતાં પણ નહિ પામવાથી દુઃખવડે કામદેવનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને ધીમે ધીમે તે અનંગ-અંગ રહિત થયે એમ હું માનું છું. | સર્વ વિદ્યાઓ અને કળાએ આ કન્યાને રૂપસૌભાગ્યનું અદ્વિતીય સ્થાન જોઈ તથા તેવું બીજું સ્થાન નહિ જોઈ જાણે પરસ્પર સ્પર્ધા પામી હોય તેમ તે કન્યાને જ આશ્રય કરીને રહી હતી. આ વખતે તે કન્યાને વિવિધ ઉત્સવવડે વિવાહ થત હિતે. તેને પરણવા માટે વસુદત્ત સાર્થવાહને પુત્ર ઇદ્ર જેવી લીલાવડે ત્યાં આવ્યા હતો. તે અધપર આરૂઢ થયા હતા, તેની બન્ને બાજુ મનહર ચામરો વીંઝાતા હતા, તેના મસ્તક પર દેદીપ્યમાન મયુરપીંછનું છત્ર ધારણ કરેલું હતું અને દેવદૂષ્યની જેમ રેશમી વસ્ત્રો અને સર્વ આભૂષણવડે તે શોભતે હતે.
આ પ્રમાણેના ઉત્સવનડે તે વર જેટલામાં તોરણે આવે, તેટલામાં તે ઉત્સવ જેવા માટે એકઠા થયેલા ઘણા લેકોના ધક્કાથી તે તરણને સ્તંભ અકસ્માત પડ્યો. અને તેને અગ્રભાગ વરના મસ્તક પર લાગવાથી તેનું મસ્તક ફુટી ગયું અને મર્મના ઘાતને લીધે તત્કાળ તે મૃત્યુ પામ્યા. આ પ્રમાણે અકસ્માત પ્રાપ્ત થયેલા મહા શેકથી વિહળ થયેલે વસુદત્ત સાર્થવાહ પરિવાર સહિત આઠંદ કરતો પોતાને ઘેર ગયો.