________________
૨૧૭
નવમે સગ. • કેમકે પ્રથમ દર્શનમાં પણ તમે સાધર્મિક હેઈ મારા પર સ્નેહ બતાવે છે તેથી તમારા જેવા સપુરૂષને દુઃખ કહેવાથી પ્રાયે લાભ કરનાર થાય છે.” એમ કહી તે મદનશેઠ કુશસ્થળ ગામના પિતાને નિવાસ છે, ત્યાંથી આરંભીને અહીં હસંતી નગરીમાં આવ્યા સુધીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી ધનદેવ બોલ્ય–
“હે મિત્ર ! જ્યારે મારું આશ્ચર્યકારક વૃત્તાંત તમે સાંભળશે, ત્યારે તમારું દુઃખ તમને અપૂજ લાગશે.” મદનશેઠ બોલ્યા “હવે તમે તમારું વૃત્તાંત કહો. હું સાંભળવા ઉત્સુક છું.” ત્યારે ધનદેવે પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું
આ હસતીપુરીમાં જ ધનપતિ નામે ગુણી અને શુદ્ધ શ્રાદ્ધધર્મમાં રક્ત શ્રેણી હતા. તેને નામથી અને ગુણથી બન્ને પ્રકારે યોગ્ય લક્ષ્મી નામની ભાર્યા હતી. તે બન્નેને વિવિધ ઉપાયવડે બે પુત્ર ઉત્પન્ન થયા. તેમાં પ્રથમનું નામ ધનસાર અને બીજાનું નામ ધનદેવ હતું. તેમને સર્વ કળાઓ ભણાવી બે કન્યા પરણાવી. સદ્ધર્મ અને સુખમાં લીન થયેલા તે સર્વને કેટલેક કાળ આનંદમાં વ્યતીત થયો. - ત્યાર પછી તેમના માતાપિતા વિશુદ્ધ ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયા. તે વખતે તે બન્ને પુત્રને અતિ શેક થયો. તેમને મુનિચંદ્રનામના મહર્ષિએ પ્રતિબોધ પમાડ્યો. તે બને ભાઈ ઓ પરસ્પર નેહવાળા હતા, પરંતુ તેમની સ્ત્રીઓ પરસ્પર કલહ કરતી હતી, તેથી તેઓ ઘનાદિક સર્વ વસ્તુ વહેંચીને જુદા જુદા ઘરમાં રહ્યા. ' હવે નાનાભાઈની સ્ત્રી કુલટા હોવાથી તે તેને સુખ આપનારી થઈ નહિ; તેથી ઉદ્વેગ પામેલા તેને એક દિવસ મોટા ભાઈએ કારણ પૂછ્યું, ત્યારે નાના ભાઈ એ તેને પોતાની સ્ત્રી તરફનો અસંતોષ બતાવ્યો. તે સાંભળી તેને અભિપ્રાય જાણે મોટાભાઈ ધનસારે ભાઈ પરના સ્નેહને લીધે પ્રયત્નથી રૂપ, કળા અને ગુણવડે યુક્ત એવી એક શેઠની પુત્રીને શોધી તેની સાથે ધનદેવને પરણાવ્યો.
નવી પરણેલી સ્ત્રીની સાથે શાંતિને પામેલે તે ધનદેવ ભોગ ભોગવવા લાગ્યો; પરંતુ દુર્ભાગ્ય યોગે તે સ્ત્રી પણ પ્રથમની સ્ત્રીની જેવી કુલટા થઈ કહ્યું છે કે –
પોતાના નશીબ બળથી મનુષ્ય શુભ અથવા અશુભ જે કાંઈ પામવાનો હોય તે અવશ્ય પામે છે. પ્રાણીઓ માટે પ્રયત્ન કર્યા છતાં પણ નહિ થવાનું કદી થતું નથી અને જે થવાનું હોય છે તેને નાશ થતો નથી.”
એક દિવસ અને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઈચ્છાથી ધનદેવે સાયંકાળે તેમને
દિ
જ-૨૮