________________
૨૧૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નાસી ગયો, અને લેકે પણ વિસ્મય પામી તિપિતાને સ્થાને ગયા. ત્યારપછી વિદ્વતાએ વિચાર્યું કે
અરે ! ધિક્કાર છે મને, મેં આ નિરપરાધી તપસ્વીને ફગટ પીડા ઉપજાવી. હું નથી જાણતી કે મારે પતિ ક્યાં ગયો? હવે તે ફરીને મને મળશે કે નહિ? તેને શિક્ષાવડે વશ કરીને હું ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવીશ એવો મારે મને રથ અત્યારે
વ્યર્થ થયે, લેકમાં મારી નિંદા થઈ અને પતિને પણ વિયેગ થયે, તેથી “હાથ દાઝયા, અને પુડલા મળ્યા નહિ” એવું મારે થયું.”
આ સર્વ વૃત્તાંત જોઈ વિવિધ પ્રકારના વિચારોથી વ્યાકુળ થયેલે મદનશેઠ વિચાર કરવા લાગ્યો કે-“આવી ચેષ્ટાથી આ સ્ત્રીએ તો મારી પ્રથમની અને સ્ત્રીઓને જીતી લીધી. અહો ! સ્ત્રીઓના ચરિત્રે જાણવાને યોગીએ પણ સમર્થ નથી. આવી સ્ત્રીઓને વિષે જેઓ રાગી થાય છે, તેવા રાગાંધ ને ધિક્કાર હો...ધિક્કાર હો ! ! સ્ત્રીઓ ક્રૂરતામાં રાક્ષસી, સપિણી અને વાઘણથી પણ ચડિયાતી છે. તેમના પર જે વિશ્વાસ રાખે છે, તેઓ મનુષ્યરૂપે પશુઓ જ છે. તેથી ચંડા, પ્રચંડા અને વિદ્યુલ્લતાને તજીને હવે હું આત્મહિત કરીશ; કેમકે આ મહા સંકટમાંથી હું ભાગ્યયેગે બચી ગયો છું.” ( આ પ્રમાણે વિચારી તે મદનશેઠ ભમતો ભમતો હસંતી નામની નગરીએ પહોંચ્યો. તે નગરી પિતાની લક્ષ્મીવડે સ્વર્ગપુરીને પણ જીતીને હસતી હોય એવી સાર્થક નામવાળી હતી. ત્યાં બહાર ઉદ્યાનમાં આકાશને સ્પર્શ કરતું સુવર્ણમય એક ચિત્ય તેણે જોયું. તેમાં ભક્તિ અને હર્ષથી રોમાંચિત થઈ તેણે વિધિપૂર્વક પ્રવેશ કર્યો અને ત્યાં રહેલી રત્નમય શ્રી આદિનાથની પ્રતિમાને પ્રણામ કરી તથા સ્તુતિ કરી સ્વર્ગના વિમાનને જીતનાર તે ચિત્યની શોભા તે જોવા લાગ્યો. પછી પિતાના આત્માને ધન્ય માનતે તે મદનશેઠ હર્ષ પામી રંગમંડપમાં બેઠે; તેવામાં ત્યાં એક સુંદર વેષવાળો યુવાન પુરૂષ આવ્યું. તે પણ પરમાત્માને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી તેજ રંગમંડપમાં આવી મેટા દુઃખથી નિ:શ્વાસ મૂકો તે મદનશેઠની પાસે બેઠે. તેને નિઃશ્વાસ મૂકતો જોઈ મદનશેઠે કહ્યું કે
હે મિત્ર! તું કોણ છે અને શા માટે નિ:શ્વાસ મૂકે છે? મારી જેમ તું પણ દુઃખી છે કે શું?” ત્યારે તે બોલ્યો કે-“હું આ જ નગરીનો રહીશ ધનદેવ નામને વણિક છું. મારું દુઃખ હું પછી કહીશ, પરંતુ પ્રથમ તમે કેણ છો અને તમારે શું દુઃખ છે તે તમે કહો” ત્યારે મદનશેઠ બોલ્યા કે—
“હે મિત્ર ! મારું દુઃખ કહેતાં મને લજજા આવે તેમ છે, તે પણ હું કહું છું;