________________
નવમે સગ.
૨૧૫ અને દાન આપવામાં કુશળ એવા તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરંબો આપ્યો. તે જટાધર પણ ભૂખે થયેલ હોવાથી ત્યાં જ બેસીને ખાવા લાગ્યું. હવે મદનશેઠે જોવામાં ખાવાને આરંભ કર્યો, તેવામાં કેઈએ છીંક ખાધી. તેથી અપશુકન થયા જાણી બુદ્ધિમાન મદનશેઠે ખાવામાં કાંઈક વિલંબ કર્યો. તેવામાં કરંબો ખાવાથી પિલે તપસ્વી તત્કાળ ઘેટો બની ગયે, અને તરત જ સંકાશ નગર તરફ ચાલે. તે જોઈ મદનશેઠે વિચાર્યું કે
“જે મેં આ કરંબો ખાધો હોત, તો હું પણ આજ રીતે અવશ્ય ઘેટો થઈ જાત. દયાદાનનો મહિમાવડે હું આ આપત્તિમાંથી બચી ગયો છું.” એમ વિચારી “આ ઘેટે કયાં જાય છે? ” તે જાણવા માટે મદનશેઠ તેની પાછળ ચાલ્યું. શીધ્રપણે ચાલતા તે બને સંકાશનગરમાં પહોંચ્યા, અને તે ઘેટે વિદ્યુલ્લતાના ઘરમાં જ પેઠે. તે વખતે
આનું શું થાય છે?” તે જોવા માટે મદનશેઠ વિસ્મય સહિત ઘરની બહાર કેઈ સ્થાને ગુપ્ત રીતે સંતાઈ રહ્યો.
વિઘલતા પિતાના ઘરમાં આવેલા તે ઘેટાને જોઈ તત્કાળ ઘરના દ્વાર બંધ કરી કોધથી લાકડી વડે તેને અત્યંત મારવા લાગી, અને બોલી કે—“અરે દુષ્ટ ! મને નિરપરાધીને તજી અપરાધવાળી તે બે પ્રિયાઓની સાથે રમવા માટે જવા ઈચ્છે છે, અને ઘણી વખત રોકાવાનું કહ્યા છતાં રોકાતો નથી, તો શું મારી પાસે મુશળ નથી? છે, પરંતુ હું ભરથારના પ્રાણુને નાશ કેમ કરું? એવી દયાના વશથી જ હું તને તે મુશળવડે હણતી નથી. ચંડાના મુશળથી ભય પામીને તું પ્રચંડાને શરણે ગયે હતું, પણ અત્યારે મારાથી હણાત તું કોને શરણે જાય તેમ છે?”
આવાં વચન બોલતી તે તેને વારંવાર મારવા લાગી. તેના મારથી પીડા પામતા તે ઘેટાના દીન પિકારને સાંભળી ચોતરફથી ઘણા લોકો ત્યાં એકઠા થયા અને બેલ્યા કે–“અરે મૂઢ! નિર્દય! આ પશુને શા માટે મારે છે? વણિકના કુળમાં ઉત્પન્ન થયા છતાં તું આની હત્યાથી પણ શું ભય પામતી નથી ?” - ત્યાર પછી તેણીએ મંત્રેલું જળ તેની ઉપર છાંટયું, એટલે તે ઘેટે તત્કાળ જટાધારી અને ભસ્મથી વ્યાપ્ત શરીરવાળે તાપસ થઈ ગયે તે જોઈ માણસોએ તે તાપસને પૂછ્યું કે –
હે પૂજ્ય ! આ શું ?” ત્યારે તેણે પિતાને યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળી લેકે આશ્ચર્ય પામ્યા, અને તે દિવસથી “જે કરંબો ખાય તે માર પણ ખાય” એવી કહેવત લોકમાં પ્રસરી. પછી તે તપસ્વી ભય વડે ચપળ નેત્રવાળે થઈ તત્કાળ ત્યાંથી