________________
૨૧૪
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર જેવામાં આવ્યું, એટલે વ્યાકુળ થઈને તેણીએ પૂછયું કે-“હે પ્રિય ! અત્યારે અકસ્માત્ તમને રૂદન કેમ આવે છે ? ” મદનશેઠ કાંઈ બોલે નહિ, એટલે તેણીએ વધારે આગ્રહ કર્યો, ત્યારે તેણે પિતાની પૂર્વની બને પત્નીઓનું સ્મરણ થવા સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે બોલી કે
જો એમ હોય તે તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી ? ” ત્યારે તે પણ બે કે-“હે પ્રિયે ! જે તું મને રજા આપે તે એકવાર ત્યાં જઈ આવું.” તે સાંભળી સ્ત્રીસ્વભાવને લીધે અત્યંત ઈર્ષ્યાથી તેણીએ વિચાર્યું કે
હું દાસીની જેમ આની સર્વ પ્રકારની સેવા બજાવું છું, કઈ પણ વખત મશ્કરીમાં વાણીવડે પણ વિનયનું ઉલ્લંઘન કરી જરા પણ પ્રતિકૂળતા બતાવતી નથી, છતાં પણ આ આજે તેવી દુષ્ટ સ્ત્રીઓનું સ્મરણ કરે છે. હું કામવ્યથાને જરા પણ સહન કરવાને શક્તિમાન નથી.
વળી મેઘની ઘટાવાળો આ કાળ કામદેવના મિત્ર જે છે તેથી કાળક્ષેપ કરીને આને તે સ્ત્રીઓનું વિસ્મરણ કરાવું.” એમ વિચારી તે બોલી કે-“હે પ્રિય ! હમણાં વર્ષાઋતુ હેવાથી પર્વતની નદીઓ મહા વિષમ હોય છે અને માર્ગ પણ કાદવવાળા હવાથી અગમ્ય હોય છે તેથી શરદઋતુ આવે ત્યારે જવું એગ્ય છે.”
આ પ્રમાણેના તેણીના વચનથી મદનશેઠ સ્થિરચિત્ત થઈને ત્યાં જ રહ્યો. “કામી પુરૂષ સ્ત્રીના વચનને જ આધીન હોય છે.”
ત્યારપછી વર્ષોત્રતુને ભેગસુખમાં નિર્ગમન કરી અને પ્રિયાને જોવામાં ઉત્સુક થયેલા મદનશેઠે જવા માટે તેણીની રજા માગી, ત્યારે તેણીએ કાંઈક વિચાર કરી તત્કાળ તેને જવાની સંમતિ આપી અને શ્રેષ્ઠ કરંબો બનાવી તેને તેનું ભાતું આપ્યું. તે લઈ મદનશેઠ ત્યાંથી ચાલ્યા.
અનુક્રમે એક ગામ પાસે આવ્યું, ત્યાં મધ્યાહ્ન થવાથી સરોવરને કાંઠે રહેલા એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠે. પછી સ્નાન કરી દેવગુરૂનું સ્મરણ કરી ભેજન કરવાની ઈચ્છા થતાં તેણે વિચાર કર્યો કે-“કઈ અતિથિને આપીને પછી જે હું જમું તે મારું વિવેકીપણું કહેવાય.”
આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં એક દેવકુળમાંથી નીકળી ભિક્ષા માટે ગામ તરફ જતા કેઈ જટાધર તાપસ ને જોઈ તેણે હર્ષથી તેને નિમંત્રણ કર્યું