________________
નવમે સગ.
૨૧૩ કુળમાં ઉત્પન્ન થયેલ અને સર્વ ગુણવાળા તે વરને તારે તારી કન્યા આપવી અને તેને વિગ ન થવા માટે તેને તારા ઘરમાં જ રાખે.” એમ કહીને દેવી અદશ્ય થઈ તેનાં વચન પ્રમાણે હું વર્તનાર હોવાથી તેના આદેશથી જ આ પુત્રી હું તમને આપું છું માટે તેને તમે સ્વિકાર કરો.” તે સાંભળી મદનશેઠે વિચાર્યું કે
પ્રથમની બે પ્રિયાનો ત્યાગ કરી વાંઢાની જેમ મારે પ્રિયા વિના એકલા કેટલે કાળ રખડવું અને ક્યાં રહેવું? વળી દેવીએ કહેલી અને મનના વિશ્રામની ભૂમિ રૂપ આવી દુર્લભ કન્યા મને ભાગ્યયોગે મળી ગઈ છે, તે તેણીને પરણીને હું અહીં જ ધનને ભેગા કરવાપૂર્વક નિવાસ કરું.”
આ પ્રમાણે વિચારી મદનશેઠે તેનું વચન અંગીકાર કર્યું. પછી શ્રેષ્ઠીએ હર્ષથી અદ્વિતીય ઉત્સવપૂર્વક તેની સાથે પિતાની કન્યાને પરણાવી અને તેને પ્રમાણ રહિત દ્રવ્ય તથા ઘરની સર્વ સામગ્રી આપી. શ્રેષ્ઠીએ આપેલા ઘરમાં રહીને મદનશેઠ પણ તે નવી પરણેલી સ્નેહવાળી સ્ત્રીની સાથે ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવવા લાગ્યું. “જ્યાં ત્યાં પણ મનુષ્યને આવા અકસ્માતુ ભેગે પ્રાપ્ત થાય છે, તે પુણ્યને જ પ્રભાવ જાણવો. હે મનુષ્ય ! તમે સર્વત્ર પુણ્યને જ ઉપાર્જન કરે.”
( આ પ્રમાણે કેટલેક કાળ સુખમય નિર્ગમન થયો, તેવામાં કોઈક વખત અનુક્રમે વિયોગી સ્ત્રીઓને કાળ યમરાજ સમાન વર્ષાકાળ પ્રાપ્ત થયો. તેવા સમયમાં એકવખત રાત્રી સમયે કામદેવને વશ થયેલી કોઈ વિયોગી સ્ત્રી પતિનું સ્મરણ કરી રૂદન કરતી હતી. તે રૂદન બારીમાં બેઠેલા મદનશેઠે સાંભળ્યું, એટલે તેને વિચાર થયે કે' ' જેમ આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવ પીડા પામીને રૂદન કરે છે, તેમ બીજી સ્ત્રીઓ પણ કામદેવની પીડાને સહન કરી શકતી નહીં હોય એમ હું માનું છું, તેથી પતિના પ્રેમને આધીન થયેલી મારી બે પ્રિયાએ ચંડા અને પ્રચંડ જેને મેં લાંબાકાળથી મૂકી દીધી છે, તેઓ આજે કામની પીડાથી મારું સ્મરણ કરી કઈ દશાને પામતી હશે ? તો કઈ પણ પ્રકારે એક વાર ત્યાં જઈને તે પ્રિયાઓને હું આશ્વાસન આપું. તેમાં પણ અપરાધ વિનાની અને મારા ઉપકાર કરનારી પ્રચંડાને તે વિશેષ આશ્વાસન આપવું એગ્ય છે.” - આ પ્રમાણે પૂર્વ પ્રિયાઓનું સ્મરણ કરી તેના વિયોગથી ઉત્પન્ન થતા દુઃખવડે તે મદનશેડ અશ્રુધારા મૂકવા લાગ્યો અને વસ્ત્રવડે નેત્ર લુંછવા લાગ્યું. તે વિદ્યુલ્લતાના