________________
૨૧૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ચંડાના કેપથી નાશીને તે હું આ પ્રચંડાને શરણે આવ્યું, પરંતુ જે આ પ્રચંડા પણ કઈવાર કપ પામે તે માટે તેનું શરણું કરવું? પ્રીતિવાળા પતિ પર પણ જે કદાપિ ક્રોધ ન કરે, એવી સ્ત્રી આ જગતમાં મળવી દુર્લભ છે; તે પછી આવી દુષ્ટ સ્ત્રી તે કેમ ક્રોધ ન કરે? માટે રાક્ષસી જેવી આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને હું કઈ દેશાંતરમાં જ જાઉં, કારણ કે પિતાની કુશળતાને માટે ઉપદ્રવ વાળા રાજ્યને પણ ત્યાગ . કરે પડે છે.”
આ પ્રમાણે વિચાર કરી તે મદનશેઠ એક દિવસ ગુપ્ત રીતે પુષ્કળ ધન ગ્રહણ કરી ઘરમાંથી નીકળી સ્વેચ્છાએ દેશાંતરમાં ચાલ્યો ગયો.
કેટલેક દિવસે તે મદનશેઠ પિતાની સમૃદ્ધિવડે સ્વર્ગને પણ જીતે એવા સંકાશ . નામના પુરમાં આવી એક ઉઘાનમાં અશોક વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠે, તેવામાં ત્યાં આવેલા એક ભાનુદત્ત નામના શ્રેષ્ઠીએ તેને કહ્યું કે
“હે મદનશેઠ! તમે ભલે આવ્યા, ચાલ, આપણે ઘેર જઈએ.” તે સાંભળી પિતાનું નામ લઈને બોલાવવાથી તે મદનશેઠ ચિત્તમાં ચમત્કાર પામી તેની સાથે લક્ષ્મી વડે મને હર એવા તેને ઘેર ગયે. શ્રેષ્ઠીએ તેને સ્નાન, ભેજન વિગેરે કરાવી પિતાની પુત્રીને આગળ કરી ગૌરવ સહિત કહ્યું કે
હે મદનશેઠ! તમે આનું પાણિગ્રહણ કરે” તે સાંભળી તેણે પણ પાકેલા બિંબફળ જેવા એષ્ટિવાળી, ચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવા લેચનવાળી અને રતિથી અધિક રૂપવાળી તે કન્યાને જોઈ આશ્ચર્ય પામી શ્રેણીને કહ્યું કે-“તમે મારું નામ શાથી જાણે છે ? આટલું બધું ગૌરવ કેમ કરે છે? અને મારું કુળ શીળ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપે છે ?”
શ્રેણીએ કહ્યું કે-“મારે ચાર પુત્ર ઉપર વિવિધ માનતાથી આ એક વિઘુલતા નામની ઈષ્ટ પુત્રી થઈ છે. પ્રાણથી પણ અધિક પ્રિય એવી આ કન્યાને મેં સમગ્ર કળાએ ભણાવી છે. જ્યારે તે યુવાવસ્થા પામી ત્યારે મેં હૃદયમાં વિચાર્યું કે-“લેકરીતિ પ્રમાણે અવશ્ય આ પુત્રી કોઈને પણ આપવાની છે; પરંતુ હું એના વિયેગને એક ક્ષણવાર પણ સહન કરવા શક્તિમાન નથી.”
આ પ્રમાણે ચિંતાતુર થયેલા મને ગઈ કાલે રાત્રિમાં કુળદેવીએ આવીને કહ્યું કેહે વત્સ ! શા માટે ચિંતા કરે છે? પ્રાત:કાળે આ નગરના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે પહેલા પહેરીને છેડે તારી કન્યાને યોગ્ય એવા મદન નામના વરને પામીશ. વિશુદ્ધ.
illur. //////
/