________________
નવમા સ
૨૧૧
કુટિલ, ક્રૂર તથા પિરણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન અને ધનદેવનુ દેષ્ટાંત છે. સ્ત્રીઓનુ દુષ્ટ ચરિત્ર જોઈને જેએ ભાગથી વિરામ પામે છે, તે કલ્યાણલક્ષ્મીનુ પાત્ર થાય છે. તે બન્નેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળેા.—
મદન અને ધનદેવનું દૃષ્ટાંત,
આજ ભરતક્ષેત્રમાં કુશસ્થળ નામના નગરમાં કામદેવ સરખા રૂપવાળા મદન નામના શ્રેષ્ઠી હતા. જેમ કામદેવને રિત અને પ્રીતિ નામની સ્ત્રીએ છે તેમ તે મદનશેઠને સ્વભાવવડે યથાર્થ નામવાળી ચડા અને પ્રચ'ડા નામની બે સ્ત્રીએ હતી.
અનુક્રમે.તે અન્ને પ્રેમનું સ્થાન થઈ હતી; પરંતુ પરસ્પર જેવા તેવા કારણે પણ અત્યંત કલહ કરતી. પતિએ તેમને ઘણી રીતે વારી તા પણ બન્ને કેાપ અને અભિમાનને આછા કરતી નહેાતી; તેથી મનશેઠે પ્રચંડાને નજીકના બીજા ગામમાં રાખી અને દિવસેાના નિયમ કરીને તે મદનશે એકએકને ઘેર અનુક્રમે જવા આવવા લાગ્યા.
6
એક વખત કોઈપણ કારણને લીધે તે મદનશે પ્રચ'ડાને ઘેર એક દિવસ વધારે રહ્યો. અને પછી ચંડાને ઘેર ગયા. તે વખતે અનાજ ખાંડતી તેણીએ તેને આવતા જોયા. એટલે તરત જ · દુષ્ટ ! તને પ્રચંડા વધારે વહાલી છે તે અહી કેમ આવ્યે ?? એમ કહી ક્રોધથી તેની સન્મુખ મુશળ સાંબેલુ' ફે'યુ'. તે જોઈ ભય પામેલા તે ત્યાંથી નાઠો. કેટલેક દૂર જઈ પાછુ જોયુ, ત્યારે તે મુશળને બદલે તેણે સર્પ જોયા. ફણાના આટાપે કરીને ભયંકર અને દોડી આવતા તે સર્પને જોઈ તે મદનશેડ જલ્દીથી નાશીને પ્રચ'ડાને ઘેર ગયા. તેને તેવી રીતે આવતા જોઈ તેણીએ પૂછ્યુ કે—
પ્રિય ! ભય અને શ્વાસથી વ્યાકૂળ થઈ જલ્દીથી અહીં પાછા કેમ આવ્યા ? ત્યારે તેણે ચંડાના વૃત્તાંત કહ્યો, તે સાંભળી તે બેલી-“ તમે સ્વસ્થ થાએ. એમાં કાંઈ ભય રાખવા જેવું નથી. ’
આ પ્રમાણે પ્રચ`ડાએ કહી તેને ધીરજ આપી. તેટલામાં મહા ભયંકર પેલા સપ તેણીના ઘરના આંગણામાં આવ્યા. તેને જોઈ ક્રોધ પામેલી તેણીએ પણ પેાતાના શરીર ઉપરથી ઉતારેલા મેલની ગાળીએ બનાવીને તે સર્પની સામે ફેકી, એટલે તે ગાળીઓના નાળીઆ થઈ ગયા અને, તે નાળીઆએએ પેલા સના કકડે કકડા કરી નાખ્યા. પછી તે નોળીઓ જતા રહ્યા. તે જોઈ ચમત્કાર પામેલા અને વિવિધ પ્રકારના રસથી વ્યાપ્ત થયેલા મદનશેઠે વિચાર કર્યો કે