________________
૨૧૦
શ્રી જયાનંદ કેવી ચરિત્ર રાજા વિગેરે સર્વે હર્ષ પામી તેની કળાની સ્તુતિ કરતા પિતાપિતાને સ્થાનકે ગયા ત્યારથી આરંભીને કમળા રાણી દિનપર દિન વધતા વધતા પ્રેમવડે તે બટની પ્રિયાને પુત્રીની જેમ પિતાની પાસે વિશેષ રાખવા લાગી અને તેણીની સાથે પ્રીતિપૂર્વક વાતો કરવાથી એટલી બધી ખુશી થવા લાગી કે અમૃતરસના અને રાજ્યાદિકના લાભથી પણ તે તેટલી ખુશી થતી નહોતી.
એક દિવસ બટુનું નાટક જોઈ રંજિત થયેલી અને તેની જ પત્ની થવાને ઈચ્છતી કમળસુંદરી કન્યાએ પિતાની ધાવમાતાને કહ્યું કે-“હે માતા ! હજુ સુધી રાજા અને તે બ્રાહ્મણને કેમ આપતા નથી ? કેમકે સત્પષે પ્રતિજ્ઞા કરેલા વિષયમાં વિલંબ કરતા જ નથી.” તે સાંભળી ધાવમાતાએ તે હકીકત રાજાને કહી. ત્યારે તે પણ પિતાના અભિપ્રાયને અનુસરત પુત્રીને અભિપ્રાય જાણી અત્યંત હર્ષ પામ્યો.
કોઈક વખત મંત્રી, સામંત, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે સર્વ સભ્યથી ભિત સભામાં સુવર્ણના સિંહાસન પર રાજા બેઠે હતું, તે વખતે સર્વ સભાસદોને માન્ય બ્રહ્મવૈશ્રવણ પણ સભામાં આવી રાજાને આશીષ આપી તેની પાસેના આસન પર બેઠે. તેને રાજાએ કહ્યું કે
હે બ્રહ્મશ્રવણ! રૂપવડે અપ્સરાઓને જીતનાર અને સમગ્ર ગુણવડે શોભતી મારી પુત્રીનું પાણિગ્રહણ કરે, કારણ કે મારા પુત્રને સજજ કરનારને મેં મારી પુત્રી આપવાની પ્રતિજ્ઞા કરેલી છે, સપુરૂષની પ્રતિજ્ઞા પૃથ્વી અને મેરૂ પર્વતાદિકની જેમ ચલાયમાન થતી જ નથી.” તે સાંભળી બટુ બે કે-“મારે ઘરમાં રાઈ કરનારી બ્રાહ્મણ છે, તેથી સામાન્ય માણસોને વધારે પ્રિયા કરવી એગ્ય નથી. વળી મદનની કથા સાંભળીને કોણ મૂર્ખ બે પત્નીએ કરે? ” ત્યારે રાજાએ પૂછયું કે-“તે મદન કોણ હતા ?” એટલે બ્રાહ્મણે તેની કથા આ પ્રમાણે કહી–
જેમણે શુદ્ધ જ્ઞાન અને ક્રિયા વડે મેહ સાથેના યુદ્ધમાં જયલક્ષ્મીને મેળવી ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષમીને મેળવી છે, તે સર્વને નમસ્કાર થાઓ. સર્વ પ્રાણીઓ સુખની ઈચ્છા કરે છે, તે જે સુખ અક્ષય, ઉત્કૃષ્ટ, એકાંતિક, આત્યંતિક, નિરાબાધ અને નિરૂપાધિક હોય તેજ સુખ પ્રાર્થના કરવા લાયક છે. આનાથી વિપરીત જે કામથી ઉત્પન્ન થતું અલ્પ સમયનું આભાસમાત્ર સુખ છે, તેમાં મૂર્ણ પ્રાણીઓ જ રમે છે; પરંતુ તે સુખ ખરા પંડિતેને માન્ય નથી.
કારણ કે તે સુખ મુખ્યતાએ સ્ત્રીથી જ સાધી શકાય છે અને સ્ત્રીઓ તે પ્રાય
T
S