________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તે સાંભળી ખેદ, આશ્ચર્ય અને લજજાથી યુક્ત થયેલી કમળાએ તેને મૂકી દીધી, અને વિચાર કર્યો કે–
બીજા રૂપે રહેલી આ મારી પુત્રી જ છે કે શું? કારણ જ્યારથી મેં એને જોઈ છે ત્યારથી એને વિષે મારે અધિક સ્નેહ થયે છે; અથવા તે શું એ બ્રાહ્મણની જ સ્ત્રી છે? જે હશે તે આગળ પર જણાશે.” આ પ્રમાણે વિચાર કરીને તે કમળા ફરીથી તે જ પ્રમાણે નાટક જેવા બેઠી. બ્રાહ્મણે પણ દેવકુળમાં સુભગાને ભિલ્લે સાજી કરી ત્યાં સુધી જ અભિનય સહિત નાટક કર્યું. ત્યારપછી તે વિરામ પામ્યો. પછી સર્વ સભાસદને વિશેષ આશ્ચર્ય પમાડવા માટે તે બ્રાહ્મણે ભાલાના અગ્ર ભાગપર સોય રાખી તે સમયના અગ્રભાગપર પુષ્પ મૂકી તેનાપર નૃત્ય કર્યું.
તે માયાબટુએ નાટકમાં જે વખતે જે જે રસનું પિષણ કર્યું, તે વખતે સર્વ સભા બીજું કાંઈ પણ જાણ્યા વિના કેવળ તે તે રસમય જ બની ગઈ. તેના નાટકમાં ભૂભંગાદિકને. કળાકુશળોએ જરા પણ ભૂલવાળા જોયા નહિ; કેવળ કલંકરહિત તેની કળા જોઈ ત્યારપછી તે બ્રાહ્મણે કાંઈપણ દાન લીધું નહિ, ત્યારે વિસ્મય પામેલા રાજાદિકે નટાદિકના સમુદાયને મહાદાન આપ્યું, અને તે કળાવાનની પાસે સર્વ કળાવાનેને સમુદ્રની પાસે કૂવા જેવા માનવા લાગ્યા. પછી તે બટુની નાટ્યકળાથી ચમત્કાર પામેલે પરદેશી નટ પિતાને હાર્યો જાણી તેના પગમાં પડીને બોલ્યો કે– . '
હે બ્રાહ્મણ ! જીવનપર્યત પરિવાર સહિત હું તમારે દાસ છું. સૂર્યના કિરણે વડે હિમની જેમ મારો કળામદ સર્વ ગળી ગયો છે.” ત્યારે બ્રાહ્મણ છે કે-“હે. નટ ! અમારે બ્રાહ્મણને કિંકરનું કામ નથી. માટે તું તારે સ્થાને જા અને આનંદ કર. જગતમાં એકબીજાથી અધિકાધિક કળાવાળા હોય છે.” તે સાંભળી હર્ષ પામેલે તે નટ રાજાની રજા લઈ પોતાને સ્થાને ગયો.
ત્યારપછી સભા વિસર્જન કરી કમળાને સાથે રાખી રાજાએ બ્રાહ્મણને પૂછયું કે“હે બ્રાહ્મણ! તમે જેનો અભિનય બતાવ્યું, તે રાજપુત્ર કોણ છે? અને પ્રાતઃકાળે તે દેવકુળમાંથી તે ભિલ્લ પ્રિયા સહિત ક્યાં ગયો?
બ્રાહ્મણે કહ્યું કે-“ હું કૌતુકથી મારી પ્રિયા સહિત પૃથ્વી પર વિચિત્ર નાટક કરતા કરતે એક દિવસ ભેગપુર નગરે ગયે હતું. ત્યાં બીજું કોઈ સ્થાન નહિ મળવાથી રાત્રીએ હું તે જ દેવકુળમાં રહ્યો હતો. ત્યાં અત્યંત વિલક્ષણ એવા તે દંપતીને મેં