________________
નવમા સગર
૩૦૭
“ વિજયપુર નગરમાં જય અને વિજય નામે બે ભાઈ રાજપુત્રા હતા. તેમાં જયને સિંહસાર નામે પુત્ર હતા અને વિજયને ગુણવાન એવા જયાનંદ નામે પુત્ર હતા. જયાન દકુમારે એક કેવળીની પાસે પવ તપર જઈ જૈનધમ અંગીકાર કર્યાં હતા. પછી જયાનદ દેશાંતરમાં નીકળ્યેા.
પ્રથમ વિશાલપુર નગરમાં વિદ્યાના અભ્યાસ કર્યાં. ત્યાં રાજકન્યા સાથે પરણ્યા. પછી પલ્લીમાં ગિરિમાલિની દેવીને પ્રતિબેાધ પમાડ્યો. પછી કનકપુર નગરમાં આવી તે જુગાર રમવા લાગ્યા. ત્યાં રાજકન્યાને પરણ્યા અને રેલણીદેવીને પ્રતિબાધ પમાડયો, તેમજ ભુંડ સાથે યુદ્ધ કર્યુ, તાપસપતિને પ્રતિબાધ કર્યાં અને તેની પુત્રીને પરણ્યા. દેવ સાથેના યુદ્ધમાં મલયમાલ નામના દેવને જીત્યા, તે દેવે તેને મહા ઔષધિઓ આપી. પછી તે રત્નપુર નગરે ગયા. ત્યાં રાજપુત્રી રતિસુંદરીના નાટકમાં સ્ત્રીવેષે ગયા, રતિસુંદરીને પરણ્યા અને પછી ભિલ્લનુ રૂપ કર્યું.
ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત અભિનયપૂર્વક તે અટુએ કહી તથા કરી ખતાન્યેા. ત્યારપછી ભિલ્લુરૂપે પદ્મપુર- નગરમાં આવી, રાજકન્યાને પરણી દેવકુળમાં ગયા. ત્યાં તે રાજપુત્રી આંધળી થઈ, તેણીને તેણે ઔષધિવડે દેખતી કરી. આ સ` નાટક ખરાખર બતાવ્યું.. પરંતુ પેાતાની પ્રિયાની માતા કમળા કે જે પડદાના છિદ્રમાંથી એક ષ્ટિએ આ નાટક જોતી હતી, તેણીને ભ્રાંતિ પમાડવા માટે તેણે નગર વિગેરે સ નામેા બદલી નાખ્યાં. તે આ પ્રમાણે—
ભાગપુર નગરમાં ભાગદત્ત નામે નાસ્તિક રાજા હતા. તેને સુજયા અને વિજયા નામની એ રાણીએથી ઉત્પન્ન થયેલી સુદામા અને સુભગા નામની બે કન્યાએ હતી. તેમાં રાજાએ પહેલી કન્યા કાઈ રાજાને આપી અને બીજી કન્યા ક્રોધથી ભિલ્લુને આપી. આવું નાટક ભજવ્યું, તે વખતે નામ વિગેરે બદલાવવા છતાં પણ વિજયસુંદરીના જીવનને મળતું નાટક થવાથી ભિલ્લની પાસે બેઠેલી પેાતાની વિજયસુંદરી પુત્રીને સારી રીતે જોઈ, તેણીપર અત્યંત સ્નેહ જાગૃત થવાથી અહે પુત્રી ! તું આજે સદ્ભાગ્યે મારા જોવામાં આવી ” એમ ખેલતી કમળા પડદામાંથી જલ્દી બહાર નીકળી તેણીને કંઠે વળગી પડી અને દુઃખથી રેાવા લાગી. એટલે તરત જ તે માયાવી બ્રાહ્મણે ઔષધિવડે તેણીને પાછી બ્રાહ્મણી કરી, કમળા રાણીને કહ્યુ` કે—
“ હે માતા ! તમે કેમ ભ્રાંતિ પામ્યા ? આ તે સુભગાના વેષ ધારણ કરનારી મારી પ્રિયા છે; પરંતુ તમારી પુત્રી નથી. નાટકમાં જે રૂપ કર્યું હોય તે સાચુ· હેાતું નથી.”