________________
૨૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વીર પુરૂષના ચરિત્રના અનેક પ્રકારે નાટક કરવાવડે નવે રસેનું પિષણ કરી તેણે સભાસદોને તન્મય કર્યો. નાટકને અંતે રાજા વિગેરે સર્વેએ પ્રસન્ન થઈ તેને ઘણુ દાન આપ્યું, અને વિસ્મય પામી તેની કળાની અતિ પ્રશંસા કરી, પરંતુ તે બ્રહ્મવૈશ્રવણે તેની ભૂભંગાદિક કળામાં યથાસ્થાને ભૂલે બતાવી મુખ મરડયું. પછી રાજાએ પિતાના રાજ્યના નાદિકની સન્મુખ જોઈ કહ્યું કે–
મારા નગરમાં નાટ્યકળાવડે આ નટરાજને જીતે એ કઈ છે?” રાજ્યમાં નાટ્યકળા જાણનાર નટે ઘણા હતા, પરંતુ તે સર્વે તેને જીતવાને અશક્ત હોવાથી નીચું મુખ કરીને રહ્યા. ત્યારે બ્રહ્મવૈશ્રવણ બોલ્યા કે –“હે રાજન ! આ નટની પાસે શું કળા છે ? જે તમે જોઈ તે પરિવાર આપે તે હું તેને લીલામાત્રથી જીતી લઉં.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે
મારી આજ્ઞાથી નટાદિકના સમુદાયમાંથી તમારી ઈચ્છામાં આવે તેવા સ્ત્રી અને પુરૂષ ગ્રહણ કરી નાટયકળા શીખો.” ત્યારે તે બોલ્યા કે-“આજથી સાતમે દિવસે હું એવું નાટક કરીશ કે જેથી આ નટને ગર્વ દૂર થશે.” આવી તેની પ્રતિજ્ઞા સાંભળી તે પરદેશી નટ પણ સાતમે દિવસે ફરીથી ત્યાં આવવાની પ્રતિજ્ઞા કરી રાજાની રજા લઈ પિતાને સ્થાને ગયે.
હવે બ્રહ્મવૈશ્રવણે નટાદિકના સમુદાયમાંથી પરીક્ષા કરીને કેટલાક મહા બુદ્ધિશાળી યુવાન પુરૂષ અને યુવાન સ્ત્રીઓને ગ્રહણ કર્યા. પછી પિતે શીઘ્રકવિ હોવાથી પિતાનાજ ચરિત્રને કહેનારું નવું નાટક રચી તે સર્વને ભણાવી, તેની કળા પણ શીખવી. પછી સર્વ સામગ્રી એકઠી કરી, સાતમે દિવસે રાજાને જણાવી, સર્વોત્તમ નાટક કરવા હાજર થ.
તે વખતે મોટા રંગમંડપમાં રાજાએ મોટા આસન પર બેસી રાવર્ગને, મેટા શ્રેણીઓને અને પરિજનોને બોલાવ્યા, તથા પેલા પરદેશી નટને પણ બોલાવ્યા. બાજુ ઉપર છિદ્રવાળા પડદાની અંદર રાજાએ પોતાની બહેન, પિતાની રાણી અને પિતાની કન્યા વિગેરે સર્વ સ્ત્રીજનેને બેસાડ્યા, તે છિદ્રમાંથી તેઓ પણ જોવા લાગ્યા. - આ પ્રમાણે મનમાં કૌતુકવાળી સર્વ સભા ભરાઈ ગઈ, ત્યારે કુમાર બ્રાહ્મણે પૂર્વરંગ કરવા પૂર્વક નાટક શરૂ કર્યુંતે વખતે મૃદંગ, વંશ અને વણાદિક વાજિંત્રને નાદ થવા લાગ્યા. મધુર ઇવનિવાળા ગધના ગીતના મનહર શબ્દ થવા લાગ્યા. એ રીતે વિચિત્ર કરણ સહિત, સુંદર તાલ અને લયને અનુસરનાર પિતાના જ ચરિત્રનું નાટક તે માયાવી બ્રાહ્મણે શરૂ કર્યું. તેમાં આ પ્રમાણે વૃત્તાંત હત–
-
-
-
-
-
-
-