________________
૨૦૫
નવમા સં
પછી તેણીએ મણિ અને મુક્તાફળાદિકવડે તેનુ' વધામણું કર્યું, અને તેના લૂંછણા કરવા પૂર્ણાંક કુળ અને ભાગ્યાદિકની સ્તુતિ કરી. પછી બ્રહ્મવૈશ્રવણની તેના પરીપકારાદિક ગુણવડે વારવાર સ્તુતિ કરી તેનું પણ વધામણું કર્યુ. પેાતાના પિતાના કુળ સંબધી સર્વ સ્વજને ને વાણીવડે પ્રસન્ન કરી તે કમળા ભાઈને ઘેર સુખે કરીને રહી.
ત્યાં તે બ્રહ્મવૈશ્રવણની બ્રાહ્મણીરૂપ પ્રિયાને જોઈ જોઈને કમળાના હૃદયમાં સ્નેહ જાગ્રત થવાથી તે તેને પેાતાની પાસે જ ઘણા વખત રાખતી હતી. તે બ્રાહ્મણી પેાતાની માતાને આળખતી હેાવાથી તેણીને પ્રેમવાર્તાવડે ખુશ કરતી હતી; પરંતુ તેની માતા કમળા તેણીને ખીજારૂપમાં હાવાથી એળખતી નહેાતી.
હવે જેણે પેાતાના પુત્રનું સ્વરૂપ પ્રથમ કહ્યું હતુ', તે જોષિને રાજાએ બહુમાનપૂર્ણાંક એલાવી તેને ભાણેજની શુદ્ધિ પૂછી. ત્યારે જ્યેાતિષશાસ્ત્રને જોઈ તે ખેલ્યા કે— “ તે પતિ સહિત મેાટી ઋદ્ધિવાળી થઈ છે, અને સુખી આત્માવાળી તે કેટલેક કાળે અહી જ તમને મળશે, આથી અધિક હુ' જાણી શકતા નથી. ’’
તે સાંભળી રાજાએ સત્કારપૂર્વક તેને વિદાય કરી પોતાની બહેનને તેણે કહેલ હકીકત કહી. તે સાંભળી તે પણ ખુશી થઈ. પછી કમળપ્રભ રાજાએ સર્વ દિશાએમાં વિવિધ દેશ, પુર, ગ્રામ, સરાવર, પર્યંત અને વન વિગેરે સ્થળામાં પેાતાના ઉદ્યમી સેવકાને માકલ્યા અને સત્ર ગતિ કરનારા તેને રાજાઓના અંતઃપુરને વિષે પણ માકલ્યા.
એ રીતે પ્રેમવડે સર્વ પ્રયત્નથી પેાતાની ભાણેજની શેાધ કરાવી; પર`તુ તેની શુદ્ધિ કચાંયથી પણ મળી શકી નહિ. · પાસે વસ્તુ રહી હેાય છતાં જાણી ન શકાય એ છદ્મસ્થને વિષે રહેલા અજ્ઞાનના જ અપરાધ છે. ’અહી કૌલધમી રાજાને શિક્ષા કર્યા વિના પ્રગટ નહિ થાઉં ’ એવી પ્રતિજ્ઞા હાવાથી બ્રહ્મવૈશ્રવણે પણ કમળપ્રભ રાજાને વિજયસુંદરીની શેષ કરાવતા અટકાવ્યા નહિ.
એક દિવસ ત્યાં પેાતાની કળાને અત્યંત ગવ` ધારણ કરતા કાઈ પરદેશી નટ પોતાને લાયક પરિવાર સહિત આભ્યા; અને આ જગતમાં જે કાઈ કળાવાન મને નાટ્યકળામાં જીતે તેને હું દાસ થાઉં, ' એ પ્રમાણે તેણે પેાતાની પ્રતિજ્ઞા પ્રસિદ્ધ કરી અહં'કારથી રાજદ્વારને વિષે પાણી મૂકયું. રાજાએ તેને કહ્યુ.. કે—
“ એકવાર તું અમારી પાસે નૃત્ય કરી દેખાડ, જેથી તારી કળા અમે જાણી શકીએ,’’ ત્યારે તેણે સાય, ખડ્ગ અને ભાલાના અગ્રભાગપર વિજ્ઞાનની લીલા વડે નૃત્ય કરીને તથા વિવિધ પ્રકારના નાટક કરીને સર્વ સભાને ખુશી કરી.