________________
નવમા સ
૨૦૩
શૌય નૃત્યાદિક ગુણા ઉપરથી તે બ્રાહ્મણ માત્ર સંભવતા નથી, તેથી હું સ્વામી ! એને કમળસુંદરી કન્યા આપવી યાગ્ય છે; કારણકે સફળ વાણીવાળા રાજાએ કદાપિ પ્રતિજ્ઞાના ભ'ગ કરતા નથી. બાકી તે કન્યાના જેવા ભાગ્ય. અમારા મત તે અવે છે, છતાં આપની ઇચ્છા વિશેષ પ્રમાણ છે. ” રાણીએ પણ સત્ય અને ન્યાયને અનુસરતું તેમનું વચન અંગીકાર કર્યુ.
અહી. પદ્મપુર નગરમાં પદ્મરથ રાજાએ સહસાત્કારે ક્રોધવડે પેાતાની પુત્રી અજાણ્યા ભિલ્લુને આપી, ત્યારપછી રાણીના અને મંત્રીઓના વચનથી તેને અત્યંત પશ્ચાત્તાપ થયેા, તેથી પ્રાતઃકાળે પેાતાના સેવકેદ્વારા સમગ્ર ભિલ્લાદિકના સ્થાનેામાં બન્નેની શેાધ કરાવી; પરંતુ તે ભિલ્લને અથવા પુત્રીને કાઈ પણ સ્થાનકે પત્તો લાગ્યા નહિ. ત્યારે રાજાએ તે બન્નેની શેાધને માટે વિવિધ પ્રકારના પૂર, ગામ, નગર, ગિરિપલ્લી અને વનાદિક સ` ઠેકાણે પેાતાના સેવકે મેકલ્યા; પરંતુ ઘણે દૂર સુધી જતાં અને ઘણા વખત ફરતાં પણ તેને પત્તો મળ્યો નહિ ત્યારે રાજાએ પુત્રીપરના સ્નેહને લીધે ઘણા કાળ સુધી દુ:ખી થઈ પેાતાના તેવા કુકમ ના શાક કર્યા; અને છેવટે કેટલેક કાળે શાક રહિત થયેા.
પછી પાતાની મેાટી પુત્રી જયસુંદરીને પુર'દર પુરના રાજા નરસિંહના નરકુંજર નામના પુત્ર પેાતાની સેવા માટે આવ્યેા હતા તેનાપર રક્ત થયેલી જાણી તેને આપી અને આનંદ સહિત તેના વિવાહ મહાત્સવ કર્યાં. તેના ઘણા સત્કાર કર્યો. પછી શ્રી સહિત તે પેાતાને નગરે ગયા. અને નવી પરણેલી સ્ત્રીની સાથે તે ઉત્તમ ભેગ ભાગવવા લાગ્યા.
હવે બીજી બાજુ પદ્મપુર નગરમાં મહારાણી કમળા પોતાની વહાલી પુત્રી વિજયાસુંદરી અને તેના પતિની ખબર નહિ મળવાથી પુત્રીના વિરહના દુઃખથી અત્યંત દુઃખી થયેલી પેાતાના દિવસે શાકમાં પસાર કરતી હતી, પુત્રીને આવી વિડંબના પમાડી રાજાપર અત્યંત ક્રોધવાળી રહી અને પુત્રી મળવાની આશાથી કેટલાક દિવસે તેણીએ નિગમન કર્યા.
જ્યારે ગીત, વાદ્ય અને નાટય વિગેરેથી મનેાહર એવા જયસુંદરીના લગ્નમહાત્સવ શરૂ થયા ત્યારે તે જોઈ તથા સપત્નીના હષ જોઈ પોતાની પુત્રીની કરેલી તેવા પ્રકારની વિડ'બના તેને સાંભરી આવી. તેથી તેણીને અત્યંત ક્રોધ, ઈર્ષ્યા અને શેાકનુ દુ:ખ તાજી' થયુ'; એટલે તે ત્યાં રહેવાને અશક્ત થવાથી પમરથ રાજાની રજા લઈ પેાતાના