________________
૨૦૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર હે રાજેદ્ર! પુણ્યરૂપી દ્રવ્યની વૃત્તિવાળા પુરૂષે ઉપકાર કર્યા પછી તેના પુણ્યને છેડીને શું બીજું કાંઈ પણ ગ્રહણ કરે ? વળી ચિકિત્સાદિકથી ઉપાર્જન કરેલું પહેલેથી જ નિર્વાહ જેટલું ધન મારી પાસે છે, તે પછી આ અધિક દ્રવ્યનું મારે શું પ્રયજન છે? તે તે લેભની વૃદ્ધિ કરનારું છે. ઘણા લાભથી લેભ દૂર થતું નથી પણ ઉલટ વધે છે, માટે માત્રા રહિત એવા લાભને છોડીને માત્રાધિક એવા લેભને ભજો નહિ.
વળી હે રાજન ! સંતોષવડે જ હું મારા આત્માને સુખ આપું છું, કેમકે સંતેષથી ઉત્પન્ન થયેલા સુખવડે દેવેંદ્રના સુખને જીતાય છે. તેમજ બ્રાહ્મણની ધર્મક્રિયામાં વિદ્ધ કરનાર દેશ લેવાનું પણ મારે શું પ્રયોજન છે? તે પણ હે રાજન ! સમય આવે તે બાબતમાં પણ હું વિચાર કરીશ. સર્વ લેકને હર્ષ આપનારું રાજારૂપી તીર્થનું મને દર્શન થયું, અને પરોપકાર કાર્ય પણ મેં કર્યું, તે તેથી વધારે હું શું ઈચ્છું? ” આ પ્રમાણેની તેની વાણીવડે તેને સુજ્ઞ જાણુને અને તેવા પ્રકારના દાન અને અલંકારાદિકમાં બતાવેલી નિઃસ્પૃહતાથી તેને અતિ ધનાઢ જાણીને રાજાએ કહ્યું કે–
ઉચિત રીતે દેશાદિકને સ્વીકાર ભલે પછી કરજો; પરંતુ હાલ તમે કયાં રહે છેતે કહો.ત્યારે તે બ્રાહ્મણ બોલ્યા કે–“ભાડાથી ગ્રહણ કરેલા વણિકને ઘેર હું મારી પ્રિયા સહિત રહું છું.”
ત્યારે રાજાએ કહ્યું કે હે વૈદ્યરાજ....! હવેથી “તમારે રાજમહેલમાંજ આવીને રહેવું.” તેણે તે અંગીકાર કર્યું, એટલે રાજાએ તેના કહેવાથી તેની પ્રિયાને તેડી લાવવા માટે દાસીના સમૂહ અને વીણાદિક વાજિંત્ર સહિત સુખાસન મોકલ્યું. તેમાં બેસીને તે બ્રાહ્મણી પણ રાજમહેલને વિષે આવી. પછી તે સ્થાનથી સર્વ વસ્તુ મંગાવી લીધી અને બહુમાનપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણને પિતાના મહેલમાં ચિત્રશાળામાં રાખે. પછી પિતાના સેવક પાસે તેની સ્નાન ભોજનાદિક સર્વ ક્રિયા કરાવી. આ રીતે રાજાના ગૌરવથી પ્રસન્ન થયેલ તે બ્રાહ્મણ સુખેથી ત્યાં રહ્યો.
એક દિવસ તે કમળપ્રભ રાજા, ભોગવતી રાણી અને બુદ્ધિમાન મંત્રીઓ સાથે વિચાર કરવા લાગ્યા કેઆ બ્રાહ્મણ વૈદ્યને માટે દેશ આપી શકશું; પરંતુ ગુણી છતાં એ બ્રાહ્મણને આપણી રાજકન્યા શી રીતે આપવી? ભિક્ષાચરના કુળમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ રાજકન્યાને લાયક કેમ હોય ?”
તે સાંભળી મંત્રીઓ બોલ્યા કે—“હે રાજેન્દ્ર! રાજાને ઉચિત લક્ષણથી અને