________________
નવમે સર્ગ. * *
૨૦૧’ તેથી કેવળ ઔષધવડે સાધી શકાય તેમ નથી. તો પણ પ્રયત્નથી મંત્ર અને ઔષધવડે તેને હું દૂર કરી શકીશ. માટે વિવિધ પ્રકારની મંત્રપૂજાની સામગ્રી મંગાવો.” રાજાએ તેના કહેવા પ્રમાણે સર્વ સામગ્રી તરત જ મંગાવી.” પછી તે સ્થાન આડંબરને ગ્ય જાણું, પડદાને આંતરે રહી, સર્વ માણસોને થોડે દૂર રાખી, મોટું મંડળ પૂરી, ચંદનના કાઠવડે અગ્નિ દેદીપ્યમાન કરી “મો નમો અર્હતે શો દૃો સિદ્ધ રમો વર્” - ઇત્યાદિ મંત્રનો ઉચ્ચાર કરી ધ્યાન, મુદ્રા અને આસન સહિત તેણે કપૂર, અગરુ અને પુષ્પાદિકવડે અગ્નિમાં હોમ કર્યો અને ચોતરફ બલિદાન ઉછાળ્યું.
પછી મંડળની પાસે પડદામાં રાજપુત્રને ટેકા સહિત ઉભે રાખી મહૌષધિના જળની ધારાવડે તેના હાથપગ સીંચીને તદ્દન સાજે કર્યો. પછી પડેદ દૂર કર્યો, એટલે રાજા નજીક આવ્યો. તરત જ કુમારે ઉભા થઈ રાજાના ચરણમાં નમસ્કાર કર્યો, રાજાએ તેને તથા વૈદ્યને સ્નેહ સહિત ગાઢ આલિંગન કર્યું.
પછી તે રાજા પુત્ર તથા વૈદ્યરાજ સહિત સુવર્ણના આસન પર બેઠે, પ્રધાનાદિક પરિવાર પણ સર્વ હર્ષ સહિત ત્યાં આવ્યું, વિચિત્ર પ્રકારના અનેક વાજિંત્રે આકાશને ગજાવે તેમ વાગવા લાગ્યાં. ગવૈયાઓ ઉંચે સ્વરે ગાવા લાગ્યા. મંગળપાઠકો મંગળ ભણવા લાગ્યા અને ચોતરફ સ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી. પછી હર્ષના ઉત્કર્ષથી કુમારની માતાએ ત્યાં આવી કુમારના લુંછણાં લીધાં, બીજી રાણીઓએ પણ વર્ધાનમહોત્સવ કર્યો.
પછી અત્યંત હર્ષ યુક્ત થયેલ રાજાએ તે માયાવી બ્રાહ્મણને કહ્યું કે –“અહો ! અમારા મહા ભાગ્યને સમૂહ ઉદય પામે, કે જેથી તમારે અમને મેળાપ થયો. અહો ! તમારૂં મંત્રવાદીપણું ! અહો ! તમારી ઔષધિને અભૂત મહિમા ! અહો! તમારૂં પપકારીપણું! અને અહો ! તમારી વાણીનું સૌભાગ્યપણું! મારૂં સર્વ રાજ્ય આપી દેવાથી પણ તમારા અણુ રહિત અમે થઈ શકીએ તેમ નથી. તે પણ હે દ્વિજપતિ ! પ્રસન્ન થયેલા અમે શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છીએ છીએ, અને તે એ કે હે નરોત્તમ! મારે એક દેશ તમારી ઈચ્છામાં આવે તે તમે ગ્રહણ કરો.”
રાજા આ પ્રમાણે કહેતે હતો, તેટલામાં રાજપુત્રની માતાએ અમૂલ્ય વસ્ત્ર તથા આભૂષણે લાવી તેની પાસે મૂક્યા. તેજ રીતે બીજા પ્રધાનાદિક સર્વ જેને પણ રત્નના અલંકાર અને વસ્ત્ર તેને આપવા માટે લાવ્યા. તે સર્વમાંથી કોઈ પણ ગ્રહણ કર્યા વિના તે માયાવી બ્રાહ્મણે રાજાને કહ્યું કે