________________
૨૦૦
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર બેલાવવા માટે પિતાના પ્રધાનને મોકલ્યા. પ્રધાનોએ બહુમાનથી તેને રાજસભામાં આવવા વિનંતિ કરી; એટલે ઔષધિની ગાંસડી સહિત જઈ આદિ બ્રાહ્મણના ચિન્હને ધારણ કરનારા તેણે રાજસભામાં આવી રાજાને હર્ષથી આશીર્વાદ આપે કે
“હે સ્વામી! પ્રકૃતિને અનુકૂળ પડે તેમ હિત, મિત અને પથ્ય ભોજન કરનાર, પ્રાતઃકાળે કસરત કરનાર, રાત્રે ડાબે પડખે સુનાર તથા સ્ત્રી સેવા, વાયુ, મળ અને મૂત્રરૂપ શલ્યનો ત્યાગ કરનાર તમે વ્યાધિના સમૂહની જેમ શત્રુસમૂહનો જય કરો.”
આવી રીતે વૈદ્યકશાસ્ત્રના તત્વની વાણીવાળી આશિષવડે તેને શ્રેષ્ઠ વૈદ્ય જાણી રાજાએ બહુમાનથી સુવર્ણના આસન પર બેસાડ્યો. પછી તેને પૂછયું કે“હે ભદ્ર! તમે કોણ છે ? હે બુદ્ધિના નિધાન ! તમે કયાંથી આવે છે અને લોકેના ભાગ્યથી પિતાના નિવાસવડે કયું નગર તમે સુખી કરો છો ?”
વૈદ્યરાજ બોલ્યા કે-“હું બ્રાહ્મણ છું. પર્વતની પલ્લીમાં વસુ છું. મારા પિતા વૈદ્ય હતા, તેમના ઉપદેશથી વિવિધ પ્રકારની ઔષધિઓના સ્વરૂપને જાણું છું. તે ઔષધિઓ માટે વિવિધ પર્વ અને વનાદિકમાં ભમી ભમી તેને સમ્યફ પ્રકારે ઓળખી મેં અનેક ઔષધિઓનો સંગ્રહ કર્યો છે. તેવટે લોકેને સાજા કરતા અને પોપકાર કરવામાં કૌતુકી હું પુરે ગ્રામાદિકમાં ભમતો સ્વર્ગને જીતે એવી લક્ષ્મીવાળા આ તમારા નગરમાં આવ્યો છું.” ' તે સાંભળી રાજાએ તેને કહ્યું કે-“હે સજજન ! “પપકાર કરવામાં કૌતુકી” એવું વચન તમે બોલો છો તે તે જલદીથી સાચું કરી આપે. કારણ કે મારા પુત્રને ગાત્રસકેચ નામનો મહાવ્યાધિ થયેલ છે. તેને તે સત્પરૂષ ! તમે જલદીથી દૂર કરે. હે મહાશય! તમારી આકૃતિ, પ્રકૃતિ અને વાણીવડે તમે વિશ્વને ઉપકાર કરવામાં એકનિષ્ઠાવાળા અને સમગ્ર શક્તિવાળા છે એમ હું માનું છું.” આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણ બોલ્યો કે
હે રાજન! તમારે પુત્ર મને બતાવે. જે તેના વ્યાધિને હું સાધ્ય જાણીશ તો તેને પ્રતિકાર કરીશ.” ત્યારે પ્રધાનાદિક સહિત રાજા વૈદ્યરાજને સાથે લઈ પુત્ર પાસે જઈને તેને દેખાડ્યો. તેને બરાબર નિપુણતાથી જોઈ માયાવી બ્રાહ્મણ બોલ્યો કે–
હે રાજન ! આ વ્યાધિ વિષમ છે, કેમકે મંત્રના બળવાળા ચૂર્ણથી થયેલ છે,