________________
નવમે સગ. દાસીઓના સમુદાયમાં રહેલી એક કુજા દાસી પાણી ભરવા જતી ત્યાંથી નીકળી અને ગીતના રસથી આકર્ષાઈ ત્યાં ઉભી રહી. તેણીને જોઈ તે બ્રાહ્મણે પૂછયું કે
તું કેણ છે?” તે બેલી કે-“મહારાણ ભેગવતીની દાસી છું.” ત્યારે તેણે ફરીને પૂછ્યું કે-“તું કુબ્બા કેમ છે ?” તે બેલી-“ વાના ષથી.” તે બેલ્યો-“હે ભદ્ર! આવા મેટા નગરમાં કેઈએ તારી ચિકિત્સા કરી નહિ?” તે બેલી-“ઘણા ડાહ્યા વૈદ્યોએ ઘણે પ્રકારે ચિકિત્સા કરી, પરંતુ મંદ ભાગ્યને યોગે કઈ પણ તમારા જે મળે નહિ કે જેથી મારું કુજાપણું દૂર થાય.” તે સાંભળી તેણે તેણીને પિતાની પાસે બેલાવી અને નસોના સમૂહના મર્મસ્થાનોને નિપુણતાથી મુઠીઓવડે દબાવી દબાવીને તત્કાળ તેને સીધી કરી નાખી. પછી સરલ અંગવાળી થયેલી તે હર્ષ પામીને બેલી કે–
તમારું સ્વરૂપ કોઈ જાણી શકે તેમ નથી. નગરજનના ભાગ્યથી જ તમે અહીં પધાર્યા છે. બે અશ્વિનીકુમાર પિકી એકથી પણ દેવનું સુસાધ્ય પદુપણું થઈ શકે તેમ છે, એમ ધારી ઈંદ્ર પૃથ્વીને ઉપકાર કરવાની ઇચ્છાથી તમને એકને અહીં મોકલ્યા લાગે છે. તો હે વિદ્યરાજ! તમે રાજમહેલમાં ચાલો અને રાજકુમારને જલદી સાજે કરી રાજકુળમાં પૂજ્ય થાઓ. નગરજનેમાં તે પહેલેથી જ પૂજ્ય થયા છો.” બ્રાહ્મણવેધ બોલે કે-“હે ભદ્ર! તું જા, રાજકુળમાં આવવાનું મારે કાંઈ પ્રજન નથી.”
તે સાંભળી તે દાસી પાણી ભરવા જવાનું રહેવા દઈ એકદમ રાજમહેલમાં ભગવતી રાણી પાસે આવી. તેણીને જોઈ રાણીએ પૂછયું કે-“તું કોણ છે? ”
તે બોલી–“હે સ્વામિની! મને તમે ઓળખી નહિ ? હું તમારી કુન્શિકા
દાસી છું.”
- તે સાંભળી વિસ્મય પામેલી રાણીએ કહ્યું-“અહો ! તું તે કુબડી હતી તે સરલ કેવી રીતે થઈ? ત્યારે કુજિકા બેલી કે આપણા નગરમાં આવેલા બ્રહ્મવૈશ્રવણ વિશે આ સરળતા કરી આપી છે.” રાણીએ પૂછ્યું-“તે વૈદ્ય ક્યાં છે !” તેણીએ કહ્યું-“રાજમાર્ગમાં છે.” રાણીએ પૂછયું-“તે મારા પુત્રને સાજો કરવા શક્તિમાન છે કે નહિ?”
દાસી બોલી–“આખા જગતમાં તેવું સામર્થ્ય કઈ નથી કે જે આનામાં ન હોય, અર્થાત તે બધી જાતના સામર્થ્યવાળો છે.” તે સાંભળી ભગવતી રાણીએ એકદમ જલ્દીથી રાજા પાસે તે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તત્કાળ રાજાએ પણ હર્ષ પામીને તે વૈદ્યરાજને
જ
કામ
કરતા