________________
૧૯૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અદલ આપેલા રત્નવડે ઘરના માલીકને પ્રસન્ન કરી તેણે સામગ્રી સહિત આપેલા અત્ય’ત સુદર ઘરમાં નિવાસ કર્યો.
પછી સારી રીતે પરીક્ષાપૂર્ણાંક ઉત્તમ દાસદાસીને પરિવાર રાખી પ્રિયાના રક્ષણ માટે એક વૃદ્ધ અને ડાહી સ્ત્રીને ગાઢવી પાતે ઉદ્યાનમાં ગયા. ત્યાં રત્નાવડે ઉપાધ્યાયની પૂજા કરી વિનયપૂર્ણાંક નીતિ અને ધર્માંને પ્રકાશ કરનારા વેદ વિધિ પ્રમાણે ભણવા લાગ્યા. ભાગ્યની પ્રબળતાથી પદ્માનુસારી બુદ્ધિવડે થાડા દિવસમાં તે સર્વ વેદ ભણી ગયા. તે જોઈ છાત્રે તેની પ્રશંસા કરવા લાગ્યા. પછી મહાદાનવડે ગુરૂની પૂજા કરી તથા છાત્રાને ખુશી કરી તે પાતાને ઘેર આવ્યેા અને પ્રથમની જેમ સ્વેચ્છાએ ભાગ ભાગવવા લાગ્યા.
પોતાનું બ્રાહ્મણપણું અને વૈદ્યપણું પ્રસિદ્ધ કરી તે પાછા મનુષ્યેાના ઉપકાર કરવા લાગ્યા અને પ્રથમની જેમ રાજમાર્ગાદિકમાં ગીત ગાન અને નાચાદિકવડે ક્રીડા કરવા લાગ્યા. તેથી આખા નગરમાં સુવર્ણ અને રત્નાદિકના મહાદાનવડે પ્રસન્ન થયેલા અથીઆએ તેનું બ્રહ્મવૈશ્રવણ નામ પાડવાથી તે નામે તે પ્રસિદ્ધ થયા.
ત્યારપછી બ્રાહ્મણના સ્વરૂપમાં રહેલા શ્રીજયાનંદકુમાર તે પાંગલા રાજકુમારને સારા કરવાના પડહને સાંભળતા હતા, પણ રાજ્ય અને કન્યાના લાભથી આ રાજકુમારને સારા કરવા આવ્યા છે એમ લેાકે શકા કરે તેથી તે રાજાની પાસે ગયા નહિ અને પડહને પણ પાતે ગ્રહણ કર્યાં નહિ તેને જોઈ નગરજના કલ્પના કરતા હતા કે,
“ શુ' આ દેવ છે ? ના, તે તે પૃથ્વીને સ્પર્શ કરે નહિ, ત્યારે શું અશ્વિનીકુમાર છે ? ના, તે એકલા ક્રૂરે નહિ. ત્યારે શું મનુષ્યની જેવા ધર્મવાળા કુબેર છે ? ના, આ તેા તેનાથી પણ અદ્ભૂત ભાગ્યવાન છે. ત્યારે આ કાણુ હશે ? 'ઔષધ, દાનની લીલા અને ખીજા સર્વ ગુણા તથા કળા આનામાં જે જે છે, તે ખીજામાં સાંભળ્યા કે જોયા નથી.
પહેલા આવા ગુણવાળા એક ભિલ્લુ જોચા હતા, તે હમણાં દેખાતા નથી. તે શુ શક્તિવર્ડ બીજા રૂપને ધારણ કરનાર આ તે જ ભિલ્લુ છે કે બીજો કોઈ છે ? ’’
આ પ્રમાણે સર્વ નગરજનેાવડે કલ્પના કરાતા તે કાઈક સમયે રાજમામાં એક ક્રીડાના સ્થાનભૂત પીઠપર બેઠા હતા. તે કૌતુકથી વીણા વગાડતા, મિત્રાની સાથે હ વર્ડ ગાતા અને નગરજનાના કણમાં અમૃતની વૃષ્ટિ કરતા હતા, તેટલામાં ૧ દાઢી મૂછ હાવાથી તે મનુષ્યધમી કહેવાય છે.