________________
નવ સર્ગ
૧૯૭ - “શું આ સાક્ષાત્ કુબેર છે કે વિદ્યાધર છે કે કોઈ રાજા છે? આવી દાનલીલા તે બીજે કઈ ઠેકાણે દેખાતી નથી.” એમ વિચાર કરી ગૌરવ સહિત શ્રેષ્ઠ વણિકે પિતાને ત્યાં આવેલા ભિલ્લને કહ્યું કે
“હે ભિલ્લરાજ ! તમારી ઈચ્છા પ્રમાણે મારા ઘરની મનોહર ચિત્રશાળામાં તમે સુખેથી રહે. ગુણને વિષે જ ખરી પવિત્રતા રહેલી છે, જાતિને વિષે શુચિ અશુચિપણું કાંઈ છે જ નહીં.”
ત્યારપછી તે ભિલ્લ પ્રિયા સહિત તેની ચિત્રશાળામાં સુખે રહ્યો. તેને ઘરની સર્વ સામગ્રી તે શ્રેષ્ઠીએ રોવડે આપી. ત્યાં વસતે તે ભિલ્લ રોવડે સર્વ મનોરથ પૂર્ણ કરતા મનને અનુકૂળ, નવી પરણેલી, અતિ સ્નેહવાળી અને રંભાથી પણ અધિક રૂપવાળી ભિલ્લડીના સ્વરૂપવાલી વિજય સુંદરી સાથે ઇંદ્રની જેમ સુખ ભોગવવા લાગ્યો; તથા દિવ્ય ઔષધાદિકવડે લેકેના વિવિધ રંગોને હરણ કરવા લાગે.
પ્રિયા સહિત પિતે શબર વૈદ્ય તરીકે પ્રસિદ્ધ થશે. તે માટે ઉપકાર કર્યા છતાં પણ કેઈની પાસેથી કાંઈ પણ દ્રવ્ય લેત નહોતો. પિતે વીણા વગાડતો, પત્ની પાસે ગાયન ગવરાવતે, ગાયકો પાસેથી કાનને અમૃત સમાન ગીત સાંભળતે અને નટીના સમૂહ પાસે નૃત્ય કરાવતે તથા તેમને પુષ્કળ દાન આપતું અને વિકાસ કરતો હતો. હર્ષ પામેલા નગરજનોએ તેનું શબર વિશ્રવણુ નામ પાડ્યું. પુરજને અને બીજાઓના મધ્યમાં પિતાને આશ્ચર્યકારક ચરિત્રવડે તે નામથી પ્રસિદ્ધિ પામેલ શ્રીજયાનંદકુમાર સ્વેચ્છાએ સર્વત્ર વિલાસ કરવા લાગે. • એક દિવસ તે નગરના ઉદ્યાનમાં કંઈક ઉત્તમ બ્રાહ્મણ ઘણુ છાત્રોને ભરતેશ્વરના કરેલા આર્યવેદે ભણાવતો હતું, તે જોઈ મહાબુદ્ધિમાન તે ભિલેને તે વેદે ભણવાની ઈચ્છા થઈ.
પરંતુ “બ્રાહ્મણ વિના તે બીજાને વેદાધ્યયન કરાવત નથી” એમ જાણને કાંઈક બાનું કાઢી ગૃહપતિની રજા લઈ, તેની ગૃહસામગ્રી સર્વ પાછી આપી પોતાની પ્રિયા સહિત રાત્રે નગરમાંથી બહાર નીકળી ગયા અને બહાર ઉદ્યાનમાં રાત્રી નિર્ગમન કરી પ્રાતઃકાળે પોતાનું બ્રાહ્મણ રૂપ અને પ્રિયાનું બ્રાહ્મણનું રૂપ કર્યું. પછી રૂપ બદલવાનું કારણ પોતાની સ્ત્રીને કહીને મધ્યમરૂપવાળા, અલંકાર સહિત અને યૌવન વયવાળા તે બ્રાહ્મણ અને બ્રાહ્મણ નગરમાં પેઠા. ત્યાં કેઈ બીજા વણિકને ઘેર પ્રથમની જેમ ભાડા
૧ ભિલ્લરૂપધારી કુબેર.
૨
: