________________
. તેમ પાકી ખાત્રી કરી લેવી, વિજયપુરથી શ્રી જયરાજાએ કુમારને બોલાવવા મોકલેલ પ્રધાન પુરુષોનું
લક્ષ્મીપુરનગરમાં આવવું. શ્રીપતિ રાજાને દુઃખ થવાથી કુમાર પિતે ન જતાં સિંહસારને મેકલો વિજયપુરનગરમાં પિતાની ગાદી ઉપર સિંહસારનો રાજ્યાભિષેક, અને શ્રીજયરાજાનું તાપસ બનવું. લક્ષ્મીપુરના ઉદ્યાનમાં ધર્મપ્રભસૂરિનું પધારવું. શ્રીપતિરાજા આદિનું આડંબરથી ગુરૂવંદન માટે જવું, ધર્મદેશના સાંભળી પિતાના રાજ્ય ઉપર શ્રી જયાનંદકુમારનો રાજ્યાભિષેક કરી શ્રીપતિરાજાએ દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવું.
સિંહસારરાજાના ત્રાસથી વિજયપુરનગરમાંથી છૂપી રીતે નીકલી શ્રીજયાનંદકુમારના માતા પિતાનું લક્ષ્મીપુરનગરના ઉદ્યાનમાં આવવું. માતા પિતાને સિંહસાર તરફથી થયેલ મહાદુઃખો સાંભલી, સિંહસાર ઉપરે પિતાને દૂત મોકલી તેણે લુટી લીધેલ પિતાની સર્વવસ્તુઓ મંગાવી લેવી, માતા પિતાએ પુત્ર શ્રીજયાનંદકુમારનું જીવન સાંભલી ખુશ થવું. કુમારરાજે પિતાની ગાદી ઉપર આગ્રહથી પિતાને સ્થાપન કરીને કેટલાક રાજાઓને પોતાની આજ્ઞા મનાવવી, જે જે રાજકુમારીઓ સાથે લગ્ન કરેલ તે સ્ત્રીઓના પિતાઓએ પોતાની પુત્રીઓ લક્ષ્મીપુરમાં લાવી કુમારને સોંપવી, પ્રસંગોપાત પદ્મરથરાજાની કુંવરી જયસુંદરીને દુ:ખદ અધિકાર. વસંતરૂતમાં કુમારનું નગરવાસીઓની સાથે ઉદ્યાનમાં કીડા કરવા જવું. સરોવરની પાળ ઉપર ઉભેલા કુમારરાજ પાસે પવનવેગ વિદ્યાધરનું ભીલના સ્વરૂપમાં આવી યોગિનીઓ પાસેથી પોતાના પુત્ર વજીગને છોડાવવા કરેલી વિનંતી. પવનવેગ વિદ્યાધર સાથે વૈતાઢ્ય પર્વત ઉપર જઈ કુમારરાજનું જવાલા માલિની વિદ્યા સાધવા ધ્યાનમાં બેસવું, સાતમે દિવસે વિદ્યા સિદ્ધકરી યોગિનીઓને વશ કરી, વજગને છોડાવી પવનવેગ વિદ્યાધરને સોંપવો, કામાક્ષા આદિ યોગિનીઓએ વિવિધ પ્રકારના દિવ્ય આભૂષણ આદિ આપીને કરેલી કુમારની ભક્તિ ઈત્યાદિ વર્ણનવાલો અગ્યારમો સર્ગ.
મા : વિદ્યાધરરાજા ચંદ્રગતિની સ્ત્રી ચંદ્રમાલાનું દેવવડે કરાયેલું હરણ. ચંદ્રમાલાને - વમુખ નામને દેવ લઈ ગયા છે તે કોશલ દેશલના ભવથી પૂર્વભવ અને પત્નીને છોડાવનારનું નામ
આદિ ચારણમુનિ પાસેથી ચંદ્રગતિએ સાંભળે અધિકાર. ચંદ્રગતિ વિદ્યાધરે કુમારરાજ પાસે પિતાની સ્ત્રીને છોડાવવા કરેલી વિનંતી, કુમારરાજનું વજફૂટપર્વત ઉપર જઈ તે પહાડને ચુરી, વજમુખ દેવ સાથે ભયંકર યુદ્ધકરી તેની પાસેથી ચંદ્રમાલાને લઈ ચંદ્રગતિને સોંપવી. વજમુખદેવે કુમારપાસે સમ્યક્ત્વ ગ્રહણ કરવું અને કુમારને ચિંતામણિ રત્ન પિતાનું અને પરનું સ્વરૂપ બદલવાની શક્તિવાલી કામિત કરી વિદ્યાનું આપવું. ચંદ્રગતિ વિદ્યાધરની પુત્રી ચંદ્રસુંદરી અને પવનવેગ વિદ્યાધરની પુત્રી વજસુંદરી સાથે શ્રીજયાનંદકુમારના લગ્ન થવા આદિ વર્ણનવાલે બારમે સગ.
સર્ગ ૧૩ મું : શ્રીજયાનંદકુમાર પાસે વૈતાદ્યપર્વતની દક્ષિણ શ્રેણિના જુદા જુદા નગરમાં વસતા ચંદ્રબાહ. મહાબાહુ આદિ આઠ વિદ્યાધરએ આવી પિતાની બત્રીસ કન્યાઓને ચક્રાયુધના ભયથી ગુપ્તપણે પરણવા કરેલી વિનંતિ. ચકાયુધરાજાએ પોતાના પુત્રોને માટે આ બત્રીસ કન્યાઓની કરેલી માગણી, આઠે વિદ્યાધરો પોતાની કન્યાઓ ચકાયુધના પુત્રને આપવી કે કેમ એ જોષીને પુછવું, ચક્રાયુધનું રાજ્ય થોડા દિવસમાં જ શત્રુરાજા ગ્રહણ કરશે એમ જોષીનું કહેવું. બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કરવા કુમારરાજે વિદ્યાધરને આપેલું આશ્વાસન, પવનવેગ વિદ્યાધરની સભામાં ચક્રાયુધ ચક્રવતીના દૂતનું આવવું, અને તમારી પુત્રી વજસુંદરીને સ્વયંવર ચક્રાયુધને ત્યાં મેકલવા દૂતનું કહેવું.
મારી વજસુંદરી શ્રી જયાનંદકુમારને આપેલી છે. તેથી હું ચક્રાયુધને ત્યાં મોકલી શકતું નથી પવનવેગે આપ્રમાણે દૂતને જણાવવું. અને દૂતનું પાછું જવું. ફેર વજસુંદરી માટે ચક્રાયુદ્ધના પ્રધાનોનું આવવું. શ્રી જયાનંદકુમારે વજસુંદરીના સ્વરૂપમાં પાંચસો મહાબળવાન દ્ધાઓને પણ સ્ત્રીઓ બનાવી, પાંચસો સખીઓ સહીત ચદસુંદરીને નૃત્ય શીખવવા પ્રધાનપુરૂષોની સાથે ચકાયુધને ત્યાં જવું. વજસુંદરી પાસે ચક્રસુંદરીએ આવી નૃત્યકલા શીખવી. પાંચસે સખીઓ પાસે યોગિનીઓએ કરેલું ગીત સાંભળીને