________________
સગ ૯ મો : શ્રીજયાનંદકુમાર અને શ્રી વિજય સુંદરી ભીલભીલડીના સ્વરૂપમાં કમલપુરનગરમાં વણિકને ઘેર વસવું. એક વખત શબર વૈદ્ય અને બીજી વખત બ્રહ્મવૈશ્રવણ તરીકે પ્રસિદ્ધ થવું. ભોગવતી રાણીની કુબડી દાસીને સરળ બનાવવી. કમલપ્રભ રાજાના આમંત્રણથી રાજમહેલમાં જઈ રાજકુમારને સારે કરે, રાજાના સ્નેહથી બ્રહ્મવૈશ્રવણ અને તેની સ્ત્રીનું રાજમહેલમાં આવી વસવું. બ્રહ્મવૈશ્રવણને કમલસુંદરી પ્રતિજ્ઞા પ્રમાણે આપવી કે કેમ તેની રાજા રાણી અને મંત્રીની ગુપ્ત વિચારણ. પદ્યરથ રાજાએ વિજયસુંદરી ભીલને આપી દેવાથી અત્યંત દુ:ખમાં દિવસો પસાર કરતી કમલારાણી. શોકની પુત્રી જયસુંદરીને લગ્નપ્રસંગે કમલારાણીનું પીયરમાં ચાલ્યું જવું. દુઃખમાં આવેલી બહેનને કમલપ્રભરાજાએ આશ્વાસન આપવું અને રાજકુમારને સારો કરનાર બ્રહ્મવૈશ્રવણ અને તેની સ્ત્રીની બહેનને કરાવેલી એલખાણ. બ્રહ્મવૈશ્રવણની સ્ત્રીને જઈ કમલારાણીને સ્નેહ થવો. બ્રહ્મવૈશ્રવણે કુબડા ભીલ અને વિજયસુંદરીનું કરેલું નાટક.
બ્રહ્મવૈશ્રવણને કમલસુંદરીને પરણવા માટે રાજાએ કરેલી પ્રાર્થના, અને બ્રહ્મવૈશ્રવણે સામાન્ય માણસ એકથી વધારે સ્ત્રી પરણે તે દુઃખી થાય છે એમ કહી મદનશેઠ અને ધનદેવને કહેલું વૃત્તાંત. છેવટે બ્રહ્મવૈશ્રવણે કમલસુંદરીને ગ્રહણ કરવા માટે રાજાને આપેલ આશ્વાસન, પદ્યરથ રાજાના દૂતનું કમલપ્રભ રાજાની સભામાં આવવું અને પદ્મદત્તકુમાર માટે કમલસુંદરીનું માગવું, કમલસુંદરી બ્રહ્મવૈશ્રવણને આપી છે આ પ્રમાણે કમલપ્રભ રાજાનું કહેવું અને અપમાન પૂર્વક દૂતનું પાછું જવું. અને પિતાના રાજાને સર્વ જણાવવું. કોધથી ધમધમેલા પદ્યરથરાજાએ કમલપ્રભરાજા ઉપર કરેલી ચઢાઈ. અને મહાયુદ્ધનું થવું. બ્રહ્મવૈશ્રવણે યુદ્ધમાં પદ્યરથરાજાને પરાજય કરી પાંજરામાં પુરી વાંદરો બનાવવો. જૈનધર્મ પાલન કરવા કબુલ કરાવી રાજાને મુળસ્વરૂપમાં લાવ. બ્રહ્મવૈશ્રવણ તથા કમલપ્રભરાજા આદિએ સર્વ પ્રકારે પધરથરાજાનું કરેલું બહુમાન. પદ્મરથરાજાનું કમલારાણી સહિત પિતાના નગરમાં જવું અને ગુરૂ પાસેથી પ્રાપ્ત કરેલ શ્રાવક ધર્મનું સારી રીતે પાલન કરવું આદિ વર્ણનવા નવમો સગ.”
સગ ૧૦ મે : શ્રી જયાનંદકુમારે વામનના સ્વરૂપમાં શ્રી લક્ષ્મીપુર નગરમાં જવું. શ્રીપતિરાજાની ત્રણ કુંવરીઓ નાટસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરીના નાટય, ગીત અને નાદ કલાઓમાં જય પ્રાપ્ત કરવા આવેલ રાજકુમારો સામે વામનપણમાં પ્રથમ સર્વ કલાઓમાં બતાવેલી મૂર્ખાઈ, અને પરીક્ષા સમયે રાજસભામાં સર્વ કલાઓ સુંદર રીતે પ્રગટ કરી. ત્રણે રાજકુમારની વરમાલાને ગ્રહણ કરવી. ત્રણે કુંવરીને વામન પતિ થવાથી રાજાના દિલમાં થયેલું અત્યંત દુઃખ, અનેક રાજકુમારોને વિરોધ અને વામન સાથે ખેલાયેલું યુદ્ધ. યુદ્ધમાં વામનને જ. શ્રીપતિરાજાએ કોધથી વામનને મારી નાખવા કરેલી તૈયારી, પ્રધાનોની શ્રેષ્ઠ સલાહથી રાજાના દિલમાં શાંતિ. રાજા આદિની વિનંતિથી વામને પ્રગટ કરેલું પિતાનું મૂલ સ્વરૂપ. નાટયસુંદરી આદિ ત્રણે બહેનનું કુમાર સાથે થયેલું લગ્ન અને લકભીપુર નગરમાં સુખપૂર્વક રહેવું ઈત્યાદિ વર્ણનવાલે દશમો સગ.
સગ ૧૧ મે : રાજ્ય ગુનેગાર કોઈ ચોરને દુ:ખી હાલતમાં ફાંસીના માંચડે લઈ જવા જોઈ રાજસેવક પાસેથી શ્રીજયાનંદકમારે છોડાવી તેને પિતાના મહેલે લઈ જવો. વાતચીતથી મારો ભાઈ સિંહસાર છે તેમ જાણી નેહથી પિતાના મહેલમાં રાખી પિતાના ભાઈ તરીકે જાહેર કરે. કુમારની સંપત્તિ જોઈ દુ:ખી થતો સિંહસાર, શ્રીપતિરાજા પાસે સિંહસારે એકલા જવું. અને તમારો જમાઈ જયાનંદ ચંડાલનો છોકરો છે આ પ્રમાણે રાજાના કાનમાં વિષ રેડવું, દુષ્ટનાં વચન સાંભળી રાજાએ કુમારને મારી નંખાવવા નિર્ણય કરી મધ્ય રાત્રીએ કુમારને બોલાવે, સ્ત્રીઓના કહેવાથી પિતે ન જતાં સિંહસારને મોકલવો. સિંહસારનું મધ્યરાત્રીએ રાજા પાસે જવું અને મારા દ્વારા મરણતોલ થઈ જવું. કમારે તેને સાજો કરવો, કુમારને મારવા રાજએ મોકલેલ સંન્યનું નાસીપાસ થવું. સંન્યસાથે રાજાનું કુમારની સાથે યુદ્ધ કરવા નિકળવું. પ્રધાનની વિનંતિ અને સાચી સલાહથી રાજાના મનમાં થયેલ ભય, નાટયસુંદરી આદિ ત્રણે બહેનનું રાજા પાસે આવવું, કુમાર ઉંચકુલને છે. આદિ રાજસભા સમક્ષ લાકડાની પુતલીનું બોલવું. મંત્રીપુત્ર ચંદ્રબુદ્ધિને વિજયપુર મોકલી શ્રીજયાનંદકુમાર રાજકુમાર છે