________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ત્યારપછી તે ચૂર્ણના પ્રભાવથી અનુક્રમે વિજયસૂરકુમારના હાથ પગ ખંભિત થવા લાગ્યા. તેથી તે કુમાર હાથવડે કાંઈપણ કરવાને તથા પગવડે એક પણ ડગલું ચાલવાને અશક્ત થઈ ગયો. “અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે !'
આ પ્રમાણે થવાથી તે કુમાર, તેની માતા અને રાજા પણ વ્યાકુળ થયા; અને વિદ્યાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાય કરાવવા લાગ્યા. એક પ્રીતિમતી વિના સર્વ પરિવાર અને પ્રજાવર્ગ વિગેરે ખેદ પામ્યા, અને પિતાપિતાના વિશે કહેલા ઉપચારે કહેવા લાગ્યા. માંત્રિક અને વૈદ્ય વિગેરે અનેક પ્રકારના ઉપચાર કર્યો, તે પણ તેને કાંઈપણ ફાયદે થયો નહિ; કારણ કે ફાયદો થશે તે કર્મને આધીન છે. પ્રીતિમતીને ઘેર ભોજન કર્યા પછી આવા પ્રકારનો વ્યાધિ થયેલો હોવાથી તથા તેણીની તેવા પ્રકારની ચેષ્ટાથી કુમાર અને તેના માતાપિતા પણ તેણીને વિષે જ શંકાવાળા થયા.
ત્યારપછી તે કમલપ્રભ રાજાએ કુમારની અવસ્થા વિષે કઈ જેષિને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “કેઈ સ્ત્રીએ દુષ્ટ ચૂર્ણ આપી આ વ્યાધિ ઉત્પન્ન કર્યો છે, પરંતુ કઈ દિવ્ય ઔષધિના પ્રયોગથી આ કુમાર નરેગી થશે, બીજા ઔષધાદિકવડે આ વ્યાધિ અસાધ્ય છે.”
તે સાંભળી રાજાએ તેને સત્કાર કરીને વિદાય કર્યો. પછી કઈ દાસીએ રાજાને પ્રીતિમતી અને ગિનીના સંબંધની વાત કહી, તે જાણી રાજાએ સેવક પાસે તે
ગિનીને બોલાવી અત્યંત “માર મરાવ્યું. ત્યારે તેણીએ ચૂર્ણ આપ્યું હતું તે સંબંધી સર્વ હકીકત સત્ય કહી આપી.
તે સાંભળી રાજાએ ક્રોધથી પ્રીતિમતીને ધિક્કાર કરવા પૂર્વક કાઢી મૂકી, એટલે તે દુઃખી થઈ પિતાના પિતાને ઘેર ગઈ. ત્યાં પણ લોકોના વિવિધ પ્રકારના તિરસ્કારને પામી. “મહા ઘોર પાપ આભવમાં અને પરભવમાં અતિ કટુ ફળ આપનાર થાય છે.” નિર્બદ્ધિ માણસ જે ધનભેગાદિકની ઈચ્છાથી પાપ કરે છે તે ધનાદિક તેને પ્રાપ્ત થાય અથવા ન થાય; પરંતુ પાપથી ઉત્પન્ન થયેલી આભવ અને પરભવ સંબંધી પીડા તે અવશ્ય પ્રાપ્ત થાય છે જ. રાજા, પરિવાર અને નગરજને પરસ્પર કહેવા લાગ્યા કે–
અહો ! સ્ત્રીઓના હદયનું દુષ્ટપણું અને સાહસિકપણું કેટલું બધું છે? ધિક્કાર હો તેમને કે જેઓ આ લોક સંબંધી સુખના લેશમાં લુબ્ધ થઈને એવું પાપકર્મ કરે છે કે જેથી તેઓ નરકની મહાવ્યથાને પામે છે.”
જ
*
* *