________________
આઠમે સગ.
૧૯૩ આશા અસંભવિત છે. આ મારા અવિનીત પુત્ર વિષે પહેલેથી જ રાજાનું મન અલ્પ નેહવાળું છે, તેમાં આ જોષિનું વચન ચાંદા ઉપર ક્ષાર નાખવા જેવું થયું છે. આ રાજા ધર્મિષ્ઠ હોવાથી અવસરે દીક્ષા લેશે અને હું તે તેવા પ્રકારની શક્તિ નહિ હોવાથી દીક્ષા લેવા અસમર્થ છું; તેથી તે વખતે શેકના પુત્રને રાજયસમૃદ્ધિથી યુક્ત અને પોતાના પુત્રને દુર્ભાગ્યવાન જોઈ મારા ચિત્તમાં કઈ રીતે શાંતિ રહી શકશે? તેથી મારા પુત્રને રાજ્ય પ્રાપ્તિમાં વિદન કરનાર આ શેકના પુત્રને હું કઈ પણ ઉપાયથી મારી નાખું, અથવા તે શત્રુ જેવાને અંગહીન કરી નાખું.”
આ પ્રમાણે વિચાર કરી મેહથી અંધ થયેલી તે કોઈક ચૂર્ણગાદિકને જાણનારી પાપિષ્ઠ ગિનીને ઇષ્ટ અાદિક આપી આરાધવા લાગી. એક દિવસ તુષ્ટમાન થયેલી તે ગિનીએ તેને કહ્યું કે-“હે સખી! મારી પાસેથી તું શું ઈચ્છે છે કે જેથી મને આ પ્રમાણે હમેશાં તું પ્રસન્ન કરે છે? તારે જે પ્રયજન હોય તે તું કહે. હું તને તે આપીશ.” ત્યારે રાણી બોલી કે
“જે એમ છે તે મારા પુત્રને શેકના પુત્રનું શલ્ય છે, તેને તું જલ્દીથી ઉદ્ધાર કર.” તે સાંભળી તે બોલી કે-“એ તે સહેજે બને તેવું કાર્ય છે. જે ખાવાથી હાથ પગને તંભિત કરે છે એવું આ ચૂર્ણ તું ગ્રહણ કર. તે તારા વૈરીને ભજનમાં આપજે; તેથી તારા સ્વાર્થની સિદ્ધિ થશે.”
તે સાંભળી તે ગિનીની મહેરબાની માનતી હર્ષ પામેલી રાણીએ તે ચૂર્ણ ગ્રહણ કરી તેણીને સત્કાર કર્યો, એટલે તે યોગિની હર્ષ પામી પિતાને સ્થાને ગઈ. ત્યારપછી તે પ્રીતિમતી માયાવડે પિતાની શેક તથા તેણીના પુત્ર ઉપર તેમને વિશ્વાસ બેસાડવા માટે અધિકાધિક નેહ દેખાડવા લાગી.
| કઈક સમયે પર્વને દિવસ આવ્યા. ત્યારે પ્રીતિમતીએ ભગવતીને પુત્ર સહિત સ્નેહયુક્ત વાણીવડે પિતાને ઘેર ભોજન કરવા આમન્ત્રણ કર્યું ત્યારે વિશ્વાસુ અને સરલ સ્વભાવવાળી તે ભગવતી તેને ઘેર ભોજન કરવા ગઈ. તેણુને સુવર્ણના આસન પર બેસાડી, તેજ પ્રમાણે તેણીના પુત્રને પણ બેસાડ્યો. પછી બહુમાન અને ભક્તિથી પ્રીતિમતી રાણેએ વિધિ પ્રમાણે તે બન્નેના ભજનને લાયક સર્વ કાર્ય કર્યા.
પછી તેણીએ ભોગવતીના થાળમાં મનને પ્રસન્ન કરે તેવા માદક પીરસ્યા અને તેના પુત્રને યોગિનીએ આપેલા ચૂર્ણથી મિશ્રિત કરેલા મોદક પીરસ્યા. તે મોદક તથા બીજી પણ અમૃતતુલ્ય સ્વાદવાળી રસવતી જમીને તે બને તૃપ્ત થયા. પછી પ્રીતિમતીએ તેમને વિવિધ વસ્ત્ર અને અલંકાર આપી સત્કાર કર્યો. તે લઈ તેઓ પિતાને મહેલે આવ્યા.
દ્વારા '
//////
૪
?
જ -
૫