________________
આઠમે સર્ગ...
, તે સાંભળી વિજયસુંદરીના શરીરમાં નો આનંદ ઉલ્લાસ પામે, અને તે બોલી કે-“હે પ્રિય! જ્ઞાનના સાગરરૂપ તે મુનિનું વચન સત્ય થયું, કારણ કે એક દિવસ આ નગરના ઉદ્યાનમાં જ્ઞાનના નિધિ એક ગુરૂ મહારાજ પધાર્યા હતા. તે વાત દાસીના મુખથી સાંભળી મારી માતા અને સાથે લઈ ગુરૂમહારાજને વંદન કરવા ગઈ હતી. તેમને નમસ્કાર કરી દેશના સાંભળી મારી માતાએ તેમને પૂછયું હતું કે
હે પૂજ્ય! કઈ પણ કર્મના યોગે મને નાસ્તિક પતિને વેગ થયો છે, તે પણ હું અને મારી પુત્રી જૈનધર્મ પાળીએ છીએ; તેથી આ મારી પુત્રીને પતિ કોણ થશે? કેમકે આની ઉપર તેના પિતાને પ્રેમ ઓછો છે.” ત્યારે મુનિ બોલ્યા કે,–
હે શ્રાવિકા! ધર્મના શીળવાળી અને શુભ લક્ષણવાળી આ તારી પુત્રી ભરતાર્થના સ્વામીની માનનીય મહારાણી થશે.” ફરીથી મારી માતાએ પૂછ્યું“તે શી રીતે મળશે?” પૂજ્ય ગુરૂમહારાજ બોલ્યા કે,–
આ ઉદ્યાનમાં શ્રી આદિનાથ ભગવંતનું ભવ્ય જીનાલય છે. તેમાં ચકકેશ્વરી દેવીની પ્રતિમા છે તેની દરરોજ પૂજા કરવાથી સંતુષ્ટ થયેલી તે દેવી એને વરને સંગ કરી આપશે. * *
તે સાંભળી હર્ષ પામેલી મારી માતા ગુરૂમહારાજને વંદન કરી ઘેર આવી. ત્યારથી ઉત્તમ સામગ્રીવડે ચકેશ્વરી દેવીની હું પૂજા કરવા લાગી. તેથી હું માનું છું કે મારા ભાગ્યથી પ્રેરાયેલી અને મારાપર સંતુષ્ટ થયેલી તે શ્રીચકેશ્વરીદેવીએ જ તમને એવું સ્વપ્ન આપ્યું હશે કે જેથી આપણે સંગ થશે.”
તે સાંભળી શ્રીજયાનંદકુમાર બોલ્યો કે–શ્રી જૈનધર્મની કૃપાથી આપણને સર્વ સારું થયું અને હજુ પણ સારૂં થશે. હવે આપણે કોઈ ન જાણે તેમ આપણે સ્થાને ચાલ્યા જઈએ. તારા પિતાને શિક્ષા આપ્યા વિના હું મારું સ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતો નથી. અપરાધ આવ્યા વિના તેને શિક્ષા કરવી તે યોગ્ય નથી; અને હમણાં તેને પ્રગટપણે કોઈ અપરાધ દેખાતો નથી, કે જેને તે પોતે પણ કબૂલ કરે. તેથી અવસરે અપરાધ પામીને તેને અત્યંત શિક્ષા કરીશ, જૈનધર્મનો બેધ કરીશ અને એનું નાસ્તિકપણું દૂર કરીશ.
સપુરૂષને પરોપકારથી બીજું કાંઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી, અને ધર્મદાનથી અધિક બીજે કંઈ ઉપકાર નથી. તેથી હે પ્રિયા ! આ વિનનિવારિણી ઔષધિથી રક્ષણ કરાયેલી તું સર્વ ભયથી રહિત થઈને અહીં જ ક્ષણવાર રહે, અને મેં પર્વતપર ગુપ્ત સ્થાને