________________
આઠમે સગ. રાજકુમાર સાથે તેને હું પરણાવીશ. કોપથી કે સહસત્કારથી કરેલું કાર્ય પ્રમાણરૂપ મનાતું નથી.”
આ પ્રમાણે રાજાએ “આ દુઃખિઆરી રાણીની રાત્રિ કેઈપણ પ્રકારે પસાર થાઓ. એમ વિચારી તે રાણીને આશ્વાસન આપ્યું. ત્યારે તે પણ કાંઈક શાતિ પ્રાપ્ત કરીને સૂતી.
અહીં દેવકુળમાં રહેલી તે રાજપુત્રી તત્કાળ અંધ થઈ, એટલે તે પિતાના ઉપાર્જન કરેલા કર્મને નિંદતી દુઃખથી વિલાપ કરવા લાગી કે –“મેં પૂર્વભવમાં શું જિનેશ્વરદેવની વિરાધના કરી હશે? કે શું જિતેન્દ્રિય ગુરૂની નિંદા કરી હશે? કે શું સંઘની અવજ્ઞા કરી તેને ઉપદ્રવ કર્યો હશે કે જેથી આ પ્રમાણે હું દુઃખનું પાત્ર થઈ - હા હા પિતા! તમે મને શા માટે ઉત્પન્ન કરી? હા હા માતા ! તમે મને શા માટે પાળીપોષીને મોટી કરી? શા માટે હું બાલ્યાવસ્થામાં જ મરણ ન પામી કે જેથી પૂર્વભવના કરેલા કુકર્મવડે હું આ પ્રમાણે સુખ અને ધર્મથી રહિત એવી દશાને પામી? હે વિધાતા! ભરતાદિક મેટા સુભટને પણ તે પરાભવાદિક ઘણાં દુઃખો આપ્યા છે. તેનાથી પણ શું તને તૃપ્તિ ન થઈ કે જેથી કૃપાને ઉચિત એવી આ અબળાને તે આવી વિડંબના કરી?” - આ રીતે વિલાપ કરતી તેને જોઈ તે ભિલ્લના હૃદયમાં કૃપા ઉત્પન્ન થઈ તેથી તેણે ગિરિમાલિની દેવી પાસેથી પ્રાપ્ત થયેલી ઔષધિના જળવડે તેણીના નેત્રે તત્કાળ સાજા ક્ય. તેનાથી પીડા રહિત દિવ્ય નેત્રવાળી થયેલી તે હર્ષથી બેલી કે –
હે પ્રિય ! મને આંધળીને દેખતી કરવાના કાર્યવડે તમે કઈ મહા પ્રભાવિક પુરૂષ જણાઓ છે. યત્નથી આરાધેલા દેથી પણ આવું કાર્ય દુઃસાધ્ય છે, તે તમે કરી બતાવીને આ દાસીને જન્મપર્યત તમારી સેવા કરવાને સમર્થ બનાવી છે. તે સાંભળી ભિલ બોલ્યો કે,
હે રાજકુમારી! લાકડાને માટે પર્વતના શિખર પર ભમતાં મેં એક વૃદ્ધ ભિલ્લવૈદ્યના ઉપદેશથી આ જાણીતા પ્રભાવવાળી મહા ઔષધિ કેઈક લતાના ગુચ્છમાંથી પ્રાપ્ત કરી હતી, તેણે મને બતાવેલા ચિહ્નોથી ઓળખીને મેં વિધિ પ્રમાણે તે ગ્રહણ કરી - અને ઘણું કાળ સુધી ગુપ્ત રીતે રાખી. તે આજે વિશ્વમાં શ્રેષ્ઠ ગુણોએ કરીને શેભતી એવી તને આંખો આપવાથી સફળ થઈ. પરંતુ હે ભદ્રે ! નિર્ધન, કુરૂપ તથા કુળ, જાતિ અને ગુણ રહિત છું, તેથી તારા જેવી મોટા રાજાની પુત્રીના ભરપણાને હું લાયક નથી. રૂપથી અસરાને પણ જીતનારી તને હું ભિલ્લ કેમ વટલાવું? અને તારો