________________
૧૮૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આવવાથી ભિલ્લરૂપ પતિનું અતિ દુઃખદાયક સ્ત્રીપણું પ્રાપ્ત થયું, અને પિતાના આપેલા ઝેરથી આંખોની તીવ્ર પીડા પણ થઈ. “વચન માત્રથી પણ કરેલી મુનિની આશાતના આ પ્રમાણે અતિ દુઃખદાયક થાય છે.”
તે વિજય સુંદરીનું સ્વરૂપ જાણવા માટે રાજાએ મેકલેલા સેવકેએ ગુપ્ત રીતે તેની આંખમાં થતી અત્યંત પીડાનું સ્વરૂપ જાણી રાજા પાસે જઈને તે સર્વે કહ્યું. તે સાંભળી કોધોધ અને નિર્દય રાજા હર્ષ પામે. ખરેખર પાપીઓને પાપ સંબંધી પશ્ચાત્તાપ થ દુર્લભ છે.” | વિજય સુંદરી ભિલ્લને આપી તે પહેલાં પિતાના ઈષ્ટ કાર્યમાં વિદ્ધ કરનાર થશે એવી શંકાથી રાજાએ તે વિજયસુંદરીની માતા કમળાને કેઈ કાર્યના બાનાથી કોઈ ઠેકાણે મોકલી હતી. તે આ અવસરે પિતાના રાજમહેલે આવી, ત્યારે તેણે દાસીના મુખથી પુત્રીનું સર્વ વૃત્તાંત સ્પષ્ટ રીતે સાંભળી અતિ દુઃખથી મૂછ પામી. કેટલેક વખતે દાસીઓના ચોગ્ય ઉપચારથી તે સાવધાન થઈ, ત્યારે ઘણે વિલાપ કરી અતિ ઉત્કંઠાથી બે દાસીઓને સાથે લઈ પુત્રીને જોવા ગુપ્ત રીતે દેવકુળ તરફ ગઈ. દૂર રહીને પણ તેણીનું તેવું સ્વરૂપ જાણી અત્યંત દુઃખ અને ક્રોધથી વ્યાકુળ થઈ રાજા પાસે આવી તે બોલી કે–
હે રાજન ! સર્વલોકવિરૂદ્ધ અકાર્ય કરનાર દુષ્ટ મતિવાળા તને ધિક્કાર છે. ચંડાળ પણ પિતાની સંતતિ ઉપર આવું અકૃત્ય કરે નહિ, એવું અકૃત્ય કરી તે મારી પુત્રીને દુઃખીયારા ભિલ્લને આપી પાનમાં ઝેર ખવરાવી આંધળી શા માટે કરી? યથાર્થ વચન બોલનારી તેણીએ શે અન્યાય કર્યો હતો? આવું સર્વનિ કર્મ કરવાથી તું નરકમાં પડીશ અને હું તે પેટમાં છરી મારીને હમણું તારી સામે જ મરું છું.”
એમ કહી તેણે પોતાના ઉદરમાં છરી મારવા લાગી, ત્યારે રાજાએ તેણીના હાથમાંથી છરી પડાવી લીધી. અને કહ્યું કે-“હે સુંદરી ! સાંભળ. તે વખતે હું કોધથી અધ થયું હતું, તેથી મેં એવું અકાર્ય કર્યું છે. હમણાં તે મંત્રીઓ અને પ્રજાજનના પગલે પગલે નિંદા તથા આક્રોશના વચનવડે હું અત્યંત પશ્ચાત્તાપ પામે છું, અને અત્યારે તારા વચને વડે વધારે પશ્ચાત્તાપ પામ્યો છું.
હવે પ્રાત:કાળે શોધ કરીને મારી પુત્રીને હું બહુમાનથી ઘેર લાવીશ, અને તેના ને સાજો કરીશકેમકે નેત્રને સજા કરવાની ઔષધિ પણ મારી પાસે છે. પછી કઈ