________________
આઠમે સગ.
૧૮૫ ઈરાજાએ સ્નેહથી પિતાના ખોળામાં બેસાડી તથા અધ્યાપકે સાથે ઉચિત આલાપ કરી અભ્યાસને વૃત્તાંત પૂછો.
ત્યારે તેઓએ સર્વ શાસ્ત્ર અને કળાઓનો અભ્યાસ કહ્યો, એટલે રાજાએ કન્યાને ગ્ય એક સમસ્યાનું પદ આ પ્રમાણે કહ્યું, “પિર મુકવાયારૂં” “સેંકડો સુખને જુએ છે. બાકીના ત્રણ પદ પૂરવાના હોવાથી પિતાની ભક્ત અને તેના ધર્મને અનુસરનારી મટી કન્યાએ તત્કાળ તે સમસ્યા આ પ્રમાણે પૂરી કે–
" तुंही संकर तुंही बंभ निव, तुंही पुरिसुत्तम ताय ।
तुज्झ पसाइण सव्व पया, पिक्खइ सुक्खसयाई ॥१॥" હે રાજા! તમે જ કરે છે, તમે જ બ્રહ્યા છો અને તમે જ પુરૂષોત્તમ–વિષ્ણુ છો. તમારા પ્રસાદથી જ સર્વ પ્રજાએ સેંકડે સુખ જુએ છે.” - તે સાંભળી રાજા અને સર્વે સભાસદે હર્ષ પામી તે કન્યાને, તેની સમસ્યા પૂતિને અને અધ્યાપકને વખાણવા લાગ્યા. તે વખતે બીજી કન્યા જરા હસી. તે જોઈ રાજાએ હસવાનું કારણ પૂછયું, ત્યારે “હે પિતા ! કાંઈ નહિ” એમ તે બોલી. પિતાએ વધારે આગ્રહ કરી પૂછયું, ત્યારે તે ફરી બોલી કે
“હે પિતા ! આશ્ચર્ય છે કે નીતિશાસ્ત્રાદિકમાં નિપુણ અને બુદ્ધિવડે બૃહસ્પતિને પણ જીતનારા તમારા જેવા વિદ્વાન પણ મારી બહેને માત્ર ખુશામતથી જ આ રીતે સમસ્યા પૂરી તેમાં હર્ષ પામ્યા. તે પછી બીજું શું કહેવું ? તત્ત્વને નહિ જાણનારા સભાસદોએ પણ પ્રશંસા કરી, તે આ તત્વને નહિ જાણનારા જગતમાં તત્ત્વજ્ઞાનીઓ શી રીતે રહેશે? આવું અગ્યપણું જોઈ મને હસવું આવ્યું છે.”
તે સાંભળી રાજાએ કહ્યું કે, “તે હવે તું તત્ત્વની વાણી વડે સમસ્યા પૂર્ણ - કર.” આ પ્રમાણે પિતાના આદેશને પામીને હર્ષ પામેલી અને જેની અધ્યાપકથી પ્રાપ્ત થયેલા જૈનધર્મમાં જ એકાંત બુદ્ધિવાળી તેણીએ આ પ્રમાણે પૂર્તિ કરી–
નિવર દિવસે, નિમણિ નિત્તરાફા તે હિય લઇ મામવિ, પિવડું મુવાડું ! ”
જેના હૃદયમાં શ્રીજિનવર દેવ, શ્રી જૈન મુનિ અને શ્રીજિનભાષિત તત્ત્વ વસે છે, તે પંડિતજન બને ભવમાં સેંકડે સુખ જુએ છે.”
જ.-૨૪