________________
શ્રી જપાનદ કેવળી ચરિત્ર
હવે તે ભિલ્લ રાજપુત્રી સહિત નગર બહાર જઈ એક દેવકુળમાં રહ્યો. ત્યાં તે સતી હર્ષોંથી તેના બે પગ પેાતાના ખેળામાં રાખી કામદેવને પણ વિસ્મય ઉત્પન્ન થાય તેમ પેાતાના કમળથી પણ અધિક કામલ બે હાથવડે નાખવા લાગી. તે પ્રમાણે જોઈ રાજાના ભયથી દૂર ઉભા રહેલા સર્વ જને તેણીના સતીપણાની સ્તુતિ કરવા લાગ્યા અને અધમ રાજાની નિંદા કરવા લાગ્યા.
૧૮૪
અહીં આવ્યા પછી બિલ્કે તેણીને પૂછ્યું કે હે ભદ્રે ! દેવાંગના જેવી તને રાજાએ સર્વ પ્રકારે નીચ એવા મને કેમ આપી ?” ત્યારે તે ખેલી કે- હું સ્વામી ! તે હકીકત હું કહું છું તે તમે સાંભળે. એ વૃત્તાંત જરા લાંબે છે.
આ પદ્મપુર નગરમાં આ પદ્મરથ નામે રાજા રાજ્ય ભાગવે છે. તે ન્યાય અને પ્રતાપ વિગેરે ગુણાવડે પ્રજાને સુખ આપનાર છે, તાપણ કુળક્રમથી આવેલા કૌલ–. નાસ્તિક ધર્માંને તે કદ્યાપિ તજતા નથી. ઉત્તમ ગુણવાળી તેની બે રાણીઓ નિરંતર તેના ચિત્તને આનંદ પમાડે છે. તેમાં પહેલી સૌભાગ્યના ઘર સમાન પદ્મા નામની અને ખીજી નિળ આશયવાળી કુમળા નામની છે.
પહેલી પદ્મા રાણી પતિના ધમ પાળે છે, અને બીજી કમળા શ્રાવકકુળમાં જન્મેલી હાવાથી તથા સદ્ગુરૂના ઉપદેશથી જૈનધમ પાળે છે. પદ્માને વિનયાદિક ગુણાથી યુક્ત પદ્મદત્ત નામના પુત્ર અને ઉત્તમ રૂપવાળી જયસુંદરી નામની પુત્રી છે; અને કમળાને વિજયસુંદરી નામની એક જ પુત્રી છે. ધાવમાતાઆવડે લાલન પાલન કરાતી તે અન્ને પુત્રીઓ ભણવાને લાયક એવી વયને પામી, ત્યારે પદ્માએ પોતાની પુત્રી અભ્યાસને માટે મિથ્યાદષ્ટિ ઉપાધ્યાયને સોંપી. મિથ્યાષ્ટિની મતિ મિથ્યાષ્ટિમાં જ રિત પામે છે. ’
6
તથા કમળાએ પેાતાની પુત્રી જૈન કળાચા ને ભણાવવા સોંપી. એ રીતે તે બન્ને કન્યાએ આદરથી શાસ્ત્રના અભ્યાસ કરવા લાગી. માટી જયસુંદરી માતાના સંગથી અને ઉપાધ્યાયના ઉપદેશથી કૌલધમમાં રક્ત થઈ અને ખીજી વિજયસુંદરી જૈનધમી ઉપાધ્યાયના સંગથી જૈનધી થઈ. ત્યારપછી સર્વ કળાએ ભણીને તે બન્ને યુવાવસ્થાને પામી, ત્યારે અધ્યાપકોએ તેમને તેમની માતાઓને સાંપી. તે માતાએએ પણ ઇચ્છિત પ્રીતિદાન આપીને તે બન્નેને સંતુષ્ટ કર્યા.
ત્યારપછી તે બન્ને રાણીઓએ કળાની પરીક્ષાને માટે તથા વરની ચિતાને માટે તે અને કન્યાઓને શણગારી અધ્યાપકા સહિત રાજા પાસે માકલી. તેમને આવેલી