________________
આઠમો સગ..
૧૮૩ લાગ્યા. તે વખતે ખેદ પામેલા મંત્રીઓ પણ બોલ્યા કે-“હે સ્વામી ! દુર્વિનીત હોય તે પણ પોતાના સંતાનપર અત્યંત કેપ કરે તમને ઘટિત નથી. આ તમારું અકાર્ય પરિણામે આપને હિતકારક નહિ થાય; કેમકે લેક અને ધર્મથી વિરૂદ્ધ કર્મ મોટાઓને પણ વિપત્તિ આપનાર થાય છે.”
તે સાંભળી રાજા બે કે-“હે મંત્રીઓ આ બાબતમાં મારે જરા પણ દેષ નથી. આ જૈનધમ પુત્રી એની મેળે જ આ ભિલ્લને વરી છે. રાજાઓની એજ રીતિ હોય છે કે તેની કન્યાઓ સ્વયંવર વરે છે. ભાગ્યથી ઉત્પન્ન થયેલા આ કર્મમાં હું તે માત્ર સાક્ષીભૂત જ છું.” પછી રાજાએ બિલને કહ્યું કે –
હે ભદ્ર! મારું વચન અન્યથા થવાનું નથી, તેથી સર્વ કળામાં નિપુણ એવી આને અંગીકાર કરી ભાગ્ય પ્રમાણે સુખ ભેગવ.” પછી પુત્રીને પણ રાજાએ કહ્યું કે
પિતાને પંડિત માનનારી હે પુત્રી ! પિતાની અવજ્ઞા તથા કૂળના આચાર અને વિનયના ઉલ્લંઘનથી ઉત્પન્ન થયેલા ફળને આ પિતે વરેલા ભિલ્લપતિને અંગીકાર કરી ભગવજે અને તારા જૈનધર્મનું સાક્ષાત્ ફળ બતાવજે.”
ત્યારે તે રાજપુત્રી બોલી કે-“હે પિતા! આ કાર્યમાં લેશ પણ તમારે દેષ નથી, સુખ દુઃખને કર્તા કર્મ સિવાય બીજો કઈ છે જ નહિં; તેથી હું પિતાની આજ્ઞા પાળીને કુળનો ઉઘાત કરીશ. સતી સ્ત્રીઓ પિતાએ આપેલા કુત્સિત પતિને પણ દેવતુલ્ય માને છે.”
આવી તેણીની વાણીથી છૂતની આહુતિવડે અગ્નિની જેમ રાજા ક્રોધવડે જાજ્વલ્યમાન થશે. પછી તેણીને તથા તેના વરને ભજન કરાવી ત્રણ પહોરમાં આંધળી થાય તેવું - ઝેર મિલાવેલું પાનનું બીડું રાજાએ પિતાની પુત્રી વિજય સુંદરીને આપ્યું, અને ભિલ્લને કહ્યું કે હે ભિલ! તું આ તારી સ્ત્રીને લઈને તારા સ્થાને ચાલ્યો જા. - આ પ્રમાણે રાજાની આજ્ઞા અંગીકાર કરી તે પિતાના સ્થાન તરફ ચાલ્યો. તેની પાછળ છાયાની જેમ રાજપુત્રી ચાલી. તે વખતે રાજાઓ માટે સ્વરે જાહેર કર્યું કે
હે લોકો! જે કઈ આ બન્નેની સાથે જશે અથવા તેમને કાંઈપણ ધનાદિકની સહાય આપશે તેને હું ચોરની જેમ વધ કરીશ.”
આ પ્રમાણે ક્રોધ પામેલા રાજાના ભયથી મંત્રીઓ વિગેરે સર્વ મૌન રહ્યા, સર્વ નગરવાસી લેકે રાજાના આ અધમ કાર્યની છાની છાની નિંદા કરવા લાગ્યા, અને વિવિધ પ્રકારે દેવાદિકને ઉપાલંભ આપવા લાગ્યા.