________________
૧૮૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તરત જ તે ભિલ્લની પાસે જઈ તેને અતિ કર્કશ હાથ પિતાના હાથવડે ગ્રહણ કર્યો, અને “આને હું વરી છું’ એમ તે બેલી.
આ અવસરે કેઈ જેષિએ પાસે બેઠેલા મનુષ્યને છાની રીતે કહ્યું કે-“અત્યારે એવું મુહૂર્ત છે કે આ મુહૂર્ત જેણે કઈ કન્યાને વિવાહ કર્યો હોય તે વર ચક્રવર્તી થાય અને તે વહુ સર્વ સ્ત્રીઓમાં ઉત્તમ ગુણવાળી મહારાણી થાય; પરંતુ આ વિવાહ તો અત્યારે તેથી વિચિત્ર રીતે થાય છે તે તેનું શું ફળ થશે તે હું કહી શકતું નથી.”
પિતાની પુત્રીનું એવું સાહસ જોઈ રાજાના મનમાં ઈર્ષ્યા અને ક્રોધ વૃદ્ધિ પામ્યા, અને સર્વ સભાજને અદ્વિતીય વિસ્મયને પામ્યા. તે વખતે રાજા બોલ્યો કે
વહને વેષ વરના વેષને અનુસરતો જોઈએ, તેથી હે સુભટો! આને કોઈ દરિદ્રી સ્ત્રીને લાયક એવી સાડી આપ, અને અવિધવાપણું જણાવવા માટે કથીરનાં બે કંકણબલેયાં-ચુડી આપે. ” - તે સાંભળી તે સેવકે પણ કેઈને ઘેરથી તે ત્રણ વસ્તુ લઈ આવ્યા. ત્યારપછી રાજાની આજ્ઞાથી તેણીએ તે સાડી અને કંકણો આનંદપૂર્વક પહેર્યા અને પ્રથમ વેષ તથા વિવિધ પ્રકારના આભૂષણોને આ વીર બાળાએ હસતા મુખે પિતાના શરીર ઉપરથી ઉતારી નાખ્યા.
ત્યારપછી તે ભિલ્લ બોલ્યા કે-“હે રાજન! તમારી પુત્રીને હું લાયક નથી, શું ગધેડાને કંઠે કઈ મણિની ઘંટા બાંધે? મને તે કાણી, કુબડી અને કાળી કઈ દાસી આપે. કાગડાને કાગડી જ પ્રિયા એગ્ય છે, પણ હસી યોગ્ય નથી.
હે રાજન ! વિધાતાએ અપ્સરાઓના રૂપને સાર સાર લઈને આ તમારી કન્યાને બનાવી છે તેથી પરાજય પામી લઘુ થયેલી તે અપ્સરાઓને વાયુએ 'તૃણની જેમ આકાશમાં ઉડાડી દીધી છે. પૂર્ણ ચંદ્રની જેવા મુખવાળી, કમળ સરખા નેત્રવાળી, સર્વ શુભ લક્ષણવાળી, સર્વ અંગે સુંદર, મનોહર આકારવાળી, લાવણ્યરૂપી રસની કૂપિકા સમાન, રાજહંસ જેવી ગતિવાળી, બુદ્ધિમાન, કોયલ જેવા મધુર કંઠવાળી, ચોસઠ કળામાં નિપુણ, ધર્મના જ્ઞાનવાળી, ધર્મનું આચરણ કરનારી, પિતાના રૂપવડે રતિ, પ્રીતિ અને લક્ષ્મીને પણ જીતનારી અને વિનયાદિક ગુણેના સ્થાન રૂપ આ તમારી એટલે નરેન્દ્રની પુત્રી કયાં અને દુર્ભાગી, કાષ્ટના ભારાનાજ પરિગ્રહવાળો, સર્વ કુરૂપની સીમા જેવો અને શારીરિક ખરાબ લક્ષણવાળામાં શિરોમણી હું ભિલ્લ ક્યાં ?”
આવા તે ભિલ્લના વચને સાંભળી સર્વ સભાજને પણ હહારવ શબ્દ કરવા .