________________
આઠમે સંગ
૧૮૧ ચાલ. રાજા તારાપર પ્રસાદ કરશે.” તે સાંભળી તે તેમની સાથે ચાલ્યો. તેઓએ તત્કાળ સભામાં લઈ જઈ તેને રાજાને દેખાડ્યો. તે ભિલ્લ પણ રાજા પાસે લાકડાને ભારો ભેટ કરી ઉભો રહ્યો. રાજાએ તેને પૂછ્યું :
તું કેણ છે? તારું નામ શું છે? અને તું ક્યાં રહે છે?” તે બોલ્ય– “દરિદ્ર જનોમાં અગ્રેસર એવો હું પિઠરા નામને ભિલ્લ છું. ઘર વિગેરે કાંઈ ન હોવાથી પદ્મફૂટ પર્વતની ગુફામાં રહું છું, અને હમેશાં નગરમાં આવી લાકડાનો ભાર વેચી મારી આજીવિકા ચલાવું છું.”
રાજાએ કહ્યું કે –“હે ભદ્ર! મારા નગરમાં તું એક જ કેમ દુઃખી છે? હું મારા કઈ પણ નગરવાસીનું દરિદ્રપણું સહન કરી શકતો નથી.” તે બોલ્ય–સ્વર્ગ જેવા પણ આ નગરમાં હું મારા કર્મવડે જ દુઃખી છું. તળાવ જળથી ભરેલું હોય તે પણ શું ચાતક તરસ્યો નથી રહેતો?”
રાજા બોલ્ય–“હે કાષ્ટવાહક ! જે તારી ઈચ્છામાં આવે તે તું માંગ.” તે
–“હું લાકડા વેચીને મારા પેટ પૂતિ જેટલું ધન ઉપાર્જન કરૂં છું. પિતે ઉપાર્જન કરેલું ધન પણ માણસને ભાગ્યથી અધિક હોય તે તે રહેતું નથી. ચાતકે પીધેલું પાણી પણ શું ગળાના છીદ્રવડે જતું રહેતું નથી ? તે હે રાજન ! તમે મારા - ઉપર પ્રસન્ન થયા છે તે હું ધનાદિક કાંઈ માગતા નથી, પરંતુ મારે રાંધનારી કઈ નથી, તે મને આપો.” તે સાંભળી રાજાએ કહ્યું
હા આપું છું.” એમ કહી પિતાની વિજયાસુંદરી નામની પુત્રીને બોલાવી કહ્યું કે-“હે પુત્રી ! જે જિનધર્મથી જ તું સુખી છે તો આ દુઃખીયારો ભિલ ઉભે છે તેને તું વર અને તારા જૈન ધર્મના પ્રતાપે સર્વ પ્રકારના સુખને ભેગવ, કારણ કે આ નગરમાંથી તારા માટે આના કરતા બીજે સારો વર મળવો મુશ્કેલ છે. આ પ્રમાણે પિતાના વચને સાંભળી જરા પણ ખેદ પામ્યા વિના શ્રી વિજય સુંદરી બેલી કે–“હે પિતાજી! આપ જે પ્રમાણે આજ્ઞા કરશે તે પ્રમાણે કરવા હું તૈયાર છું, કેમકે— કુલવાન બાળાને એ ધર્મ છે.
પછી વિજય સુંદરી પિતાની સામે ઉભેલા અત્યંત દુઃખીઆરા અને કદરૂપ ભિલ્લને જેવા છતાં પણ પૂર્વ ભવન નેહ જાગૃત થવાથી આ ભિલ ઉપર અત્યંત નેહવાળી થઈ, અને તે ભિલ્લરૂપધારી કુમાર પણ તેણીને વિષે રાગવાળો થયો. રાજપુત્રીએ
IMILL