________________
૧૮૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર નાસ્તિક ધર્મનું કલંક છે.” ઈત્યાદિક વૃત્તાંત તેમના મુખેથી સાંભળીને ઉચિત દાન આપી શ્રી જયાનંદકુમારે તેમને વિદાય કર્યા.
ત્યાર પછી તે પદ્મપુરમાં જવાની ઈચ્છાવાળા શ્રી જયાનંદકુમારે પિતાની રતિસુંદરી પ્રિયાને કહ્યું કે –“હે પ્રિયા ! હું અમુક તીર્થને નમસ્કાર કરી પાછા આવું, ત્યાં સુધી કળાને અભ્યાસ કરતી તું તારી માતા પાસે રહેજે, અને આઠ ગામથી ઉત્પન્ન થયેલા ધનવડે દાનાદિક ધર્મ કરજે.”
તે સાંભળી રતિસુંદરી વિગને લીધે ખેદ પામી, તે પણ તે પતિવ્રતાએ પતિની આજ્ઞા માન્ય કરી. ત્યારપછી રાત્રીએ ગુપ્ત રીતે કુમાર પલ્વેકપર આરૂઢ થઈ આકાશ માર્ગે તત્કાળ તે પહ્મકૂટ ગિરિ ઉપર ગયો. ત્યાં કોઈ ઠેકાણે પથંકને સંતાડી ભિલ્લનું રૂપ ધારણ કરી લાકડાં એકઠાં કરી તેને ભારે માથે લઈ પ્રાતઃકાળે પદ્મપુર નગરમાં પ્રવેશ કરી ચૌટામાં જઈ દુર્દશાવાળા પુરૂષોમાં અગ્રેસર જેવો થઈ તે ભિલ લાકડાને ભારે વેચવા ઉભા રહ્યા. તેવામાં ત્યાં આવેલા કેટલાક રાજપુરૂષોએ તેને જે.
તે કુરૂપની સીમારૂપ હતું, તેને માથે જાડા અને પીળા કેશ હતા, કડાઈને તળીઆ જેવું શ્યામ મુખ હતું, મેટું અને ચપટું મસ્તક હતું, તેમજ એક આંખે કાણે, પીળા અને ભીના નેત્રવાળે, નાકે ચીબે, મેટા પેટવાળ, બહાર નીકળેલા દાંતવાળ, કાળા અને લાંબા હોઠવાળ, મેટા અને જાડા બે પગવાળે, ઉંટની જેવી ડોકવાળે, શરીરે શ્યામ વર્ણવાળે, બીભત્સ રૂપવાળ, કડવા અને ભયંકર અવાજવાળે, દેખાતી અને સ્થળ નસોના સમૂહવાળ, પ્રગટપણે જાણે દેખાતા હાડપિંજરવડે ભયંકર, સેંકડે શારીરિક કુલક્ષણના સમૂહવાળો, જાણે મૂર્તિમાન પાપ ઉત્પન્ન થયું હોય, જાણે ન જોઈ શકાય તે પિશાચ હોય, અને જાણે પિંડરૂપ થયેલું દુર્ભાગ્ય હોય તે તે દેખાતે હતો.
તેના માથા ઉપર વેલડીઓ વાટેલી હતી, તથા તેણે એક ફાટેલા વસ્ત્રની લંગોટી પહેરી હતી. આવા સ્વરૂપવાળા તેને જઈ ઘૂ ઘૂ કરતા એવા રાજસેવકોએ તેને કહ્યું કે અરે! તને રાજા બોલાવે છે, તેથી તું અમારી સાથે રાજસભામાં ચાલ.''
તે સાંભળી આ દુઃખીઆર ભિલ્લ બોલ્યો કે “તમારા રાજા ક્યાં અને હું ક્યાં? મારે રાજસભામાં આવવાનું કંઈ જ કામ નથી. જે તમારા રાજાને લાકડાનું કામ હોય તે તે લઈને મને મારે ઠેકાણે જવા દે, ત્યારે તેઓ બોલ્યા કે –
હે ભદ્ર ! તું ભય પામીશ નહી. તારું જ કામ છે, માટે તું અમારી સાથે