________________
૧૭૮
શ્રી જયાન'≠ કેવળી ચરિત્ર ત્યાં આવીશ સાગરોપમનું દેવાયુષ્ય ભાગવી મનુષ્યભવમાં રાજા થઈ યથાખ્યાત ચારિત્રવડે કેવળજ્ઞાન પામી પૃથ્વીપર વિચરી ભવ્યજીવાને પ્રતિષેધ કરી તે સિદ્ધિપદને પામશે. ત્યાં તેને સિદ્ધના આઠ ગુણુ અને અનંત ચતુષ્ટય પ્રાપ્ત થશે.
હે ભવ્ય પ્રાણીએ ! પૂર્વ ભવના વૃત્તાંતવડે મનેાહર આ લક્ષ્મીપુંજનું ચિત્ર વાંચી તત્ત્વના અભ્યાસીએ ત્રીજા અણુવ્રતના આરાધન માટે પ્રયત્ન કરવેા. ત્રીજા વ્રત ઉપર શ્રી લક્ષ્મીપુજની કથા,
આ પ્રમાણે શ્રીજયાન દકુમારના મુખથી અદ્યત્તના ગ્રહણ અને ત્યાગનું ફળ સાંભળી તિમાલા રાણીએ પ્રતિબેાધ પામી યાવજ્જીવ અદત્તાદાનના નિયમ કર્યો; તથા કુમારની જ વાણીથી ખીજે પણ શ્રાદ્ધયાગ્ય ધમ તેણે હર્ષોંથી અ'ગીકાર કર્યો.
‘ સત્સંગ કલ્પવૃક્ષ સમાન છે. ' કુમાર, રતિસુંદરી અને રતિમાલા એ ત્રણે સમાન ધર્મી થવાથી સર્વ પ્રકારના સુખ ભાગવતા પરસ્પર પ્રીતિવડે વર્તવા લાગ્યા. આ પ્રમાણે તેમના કેટલાક કાળ ધમય અને સુખમય વ્યતીત થયેા.
એક દિવસ શ્રીજયાન દકુમારે રાત્રીમાં સ્વપ્ન જોયુ. તેમાં પોતે કાઇક પર્વતની સામે રહેલા એક નગરમાં કુરૂપે અને ભિલ્લનારૂપે મસ્તકપર લાકડાના ભારા લઈ ચૌટામાં વેચવા ગયા એવુ' દીઠું, આવું સ્વમ જોઈ જાગૃત થઈ તેણે વિચાર કર્યો કે—
“ અહા ! મન કે વાણીના વિષયમાં ન આવે એવુ' અસ’ભવિત સ્વસ મારા જોવામાં આવ્યું. હું નથી જાણતા કે આ સ્વ×નુ` મને શુ' ફળ પ્રાપ્ત થશે ? ”
આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં તરત જ જાણે તે સ્વમનું સાક્ષીભૂત હાય એમ તેનું જમણું નેત્ર ફરકયુ. તે શુંભ નિમિત્તથી તેણે પોતાના ઉપાયનુ અન્યભિચારીપણુ, નિશ્ચિત કરીને તે સ’બધી આ પ્રમાણે ઉપાય કર્યાં.
એક મેટા પટ કરાવી તેમાં પોતે જેવું નગરાદિક જોયું હતું તેવું સર્વ એક હુંશિયાર ચિત્રકાર પાસે તેણે ચિતરાવ્યું. પંત, ક્રીડા સરાવર, ક્રીડાવાપી, ચાક, દુકાન, અને ઘર વિગેરે સ` ઉત્તમ ર'ગવર્ડ ચિતરવાથી તે ચિત્રપટ મનેાહર થયેા.
હવે તે નગરના ઉદ્યાનમાં શ્રી રૂષભદેવસ્વામીનું એક ભવ્ય શ્રીજિનમદિર હતુ તેના દ્વારની સાથે મળેલા દ્વારવાળી એક દાનશાળા કુમારે કરાવી. તેની સામે સૂત્રધાર પાસે સજજનના ચિત્ત જેવુ' ગાળ, ઉંચું અને શ્રેષ્ડ સરખી સપાટીવાળું પીઠ કરાવ્યું.
A